HomeNationalરાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

Date:

Related stories

સુરતમાં પોલીસ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપી પર પોલીસનું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

લીંબાયતમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમ ભાગવા લાગ્યો, પકડવા જતાં...

PF ખાતાધારકોને મોટી રાહત : હવે 75% નહીં, 90% સુધીની રકમ ઉપાડી શકાશે

નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે...
spot_img

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને લઈને કરવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીના નિવેદન સામે આક્રમક વલણ અપનાવતા વળતો પ્રહાર કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દેશને બદનામ કરવા માટે તેમને પૈસા મળતા હોવાનો પણ દાવો કર્યો છે.

આ વિવાદનું કારણ ચીનના શેનઝેનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી ત્રિપક્ષીય બેઠક છે. આ બેઠકની તસવીર શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે જો દેશમાં કોંગ્રેસની સરકાર હોત તો ભારતના વડાપ્રધાન પણ આ બેઠકમાં સામેલ હોત. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે સમજૂતી કરી ચૂકેલા વડાપ્રધાન ક્યારેય આ ટેબલ પર બેસી શકતા નથી.

ભાજપે કોંગ્રેસના જૂના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો

રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતાં ભાજપના પ્રવક્તા તુહિન સિન્હાએ કોંગ્રેસ સરકારના અગાઉના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઇન્દિરા ગાંધી સરકાર દરમિયાન શિમલા કરાર બાદ પાકિસ્તાની યુદ્ધકેદીઓને મુક્ત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન થયેલા શર્મ અલ-શેખ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તુહિન સિન્હાએ કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે 2008માં થયેલા કરારનો મુદ્દો ઉઠાવીને પણ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

‘ભારતને બદનામ કરવા માટે પૈસા મળે છે’

ભાજપના નેતા તુહિન સિન્હાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં આરોપ લગાવ્યો હતો કે તેમને ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે પણ રાહુલ ગાંધી પર દેશ વિશે નકારાત્મક છબી ઊભી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આમ, વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે.

Subscribe

Latest stories