HomeGujaratSouth Gujaratસુરતમાં પોલીસ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપી પર પોલીસનું ફાયરિંગ, પગમાં વાગી...

સુરતમાં પોલીસ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપી પર પોલીસનું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

Date:

Related stories

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...

PF ખાતાધારકોને મોટી રાહત : હવે 75% નહીં, 90% સુધીની રકમ ઉપાડી શકાશે

નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે...
spot_img

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જોવા મળેલો એક ઈસમ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં આરોપીએ પોલીસકર્મી પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સ્વબચાવમાં પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીના પગમાં ગોળી ચલાવતા તે ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે આશરે 3 વાગ્યાના અરસામાં ઝોન-2ના ડીસીપી ડૉ. કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ લીંબાયત પોલીસની ટીમ પોલીસ વાનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ પાસે એક શંકાસ્પદ ઈસમ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો હતો.

આરોપીને પકડવા જતાં પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ પર આરોપીએ પોતાની કમરમાંથી ચપ્પુ કાઢીને પેટના ભાગે હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા અને હુમલો બંધ કરવા ચેતવણી આપી હતી. જોકે, આરોપી તાબે ન થતાં ઇન્સ્પેક્ટરે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.

તેમ છતાં આરોપીએ ફરીથી પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં સ્વબચાવમાં ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના ડાબા પગમાં વાગતાં તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસકર્મી અનિલકુમાર અમરસિંહને સારવાર માટે લીંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં આરોપીની ઓળખ પરવેઝ મુશરફ અન્સારી (રહે. મમતા ટોકીઝ પાસે, લીંબાયત; મૂળ વતન ઝારખંડ) તરીકે થઈ છે. વધુ પૂછપરછ દરમિયાન તેણે પોતાના મિત્ર લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને ગઈકાલે વહેલી સવારે વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા કેટલાક મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories