HomeGujaratSouth Gujaratકર્ણાટકમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનાં કરુણ મોત, બે સંતાનોનો આબાદ બચાવ

કર્ણાટકમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનાં કરુણ મોત, બે સંતાનોનો આબાદ બચાવ

Date:

Related stories

અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, 9/11 હુમલા બાદ બીજી વખત લેવાયો મોટો નિર્ણય; હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા

વોશિંગ્ટનઃ અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની સંચાર વ્યવસ્થામાં ખામી સર્જાતા...

કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર, 23 લોકોનાં મોત

આસામ: આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત...
spot_img

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસ માટે ગયેલા સુરતના એક દંપતીનું બોટ પલટી જવાથી પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે રહેલા બંને સંતાનોનો આબાદ બચાવ થયો છે.

મૃતક દંપતીની ઓળખ સુરતના ધર્મેશભાઈ (50) અને તેમની પત્ની નિમ્મીબેન (48) તરીકે થઈ છે. તેમના સંતાનોમાં 21 વર્ષનો પુત્ર અને 24 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે.

લાઇફ જેકેટ પહેર્યું હોવા છતાં ન બચી શક્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર શુક્રવારે સાંજે એક ખાનગી કંપની દ્વારા સંચાલિત વોટર એડવેન્ચર પ્રવૃત્તિ હેઠળ બોટિંગ કરવા ગયો હતો. આ દરમિયાન અચાનક બોટ પલટી ગઈ હતી. પરિવારના ચારેય સભ્યોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં.

બોટ પલટી જતાં ધર્મેશભાઈ અને નિમ્મીબેન તેની નીચે ફસાઈ ગયાં હતાં, જેના કારણે પાણીમાં ડૂબી જવાથી બંનેનાં મોત થયાં હતાં. બીજી તરફ, તેમનાં બંને સંતાનો પાણીમાં પડી ગયાં હતાં, પરંતુ સમયસર રેસ્ક્યૂ કરીને તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યાં હતાં.

બોટ ચાલક સામે ગુનો નોંધાયો

આ દુર્ઘટનાને પગલે કુશાલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બોટ ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ બેદરકારીથી મૃત્યુ નીપજાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Subscribe

Latest stories