HomeGujaratSouth Gujaratનકલી ડોક્ટરો સામે SOGની ઝુંબેશ વચ્ચે મોટો નિર્ણય: હવે રજિસ્ટર્ડ ડોક્ટરોને જ...

નકલી ડોક્ટરો સામે SOGની ઝુંબેશ વચ્ચે મોટો નિર્ણય: હવે રજિસ્ટર્ડ ડોક્ટરોને જ દવાનો સપ્લાય, પહેલાં ડિગ્રી સર્ટિફિકેટની ચકાસણી ફરજિયાત

Date:

Related stories

Video : ચક્રવાત ‘અર્નબ’નો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કહેર, 150 કિમીની ઝડપે પવન ફૂંકાયો; અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બુધવારે વહેલી સવારે ‘અર્નબ’ વાવાઝોડું ત્રાટક્યું હતું....

અભિષેક શર્માની તોફાની સદીથી ભારતનો ધમાકેદાર વિજય, ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં...

PM મોદીની તસવીર સાથે કથિત તાંત્રિક વિધિ! નદી કિનારે શંકાસ્પદ સામગ્રી મળી, પોલીસ તપાસ શરૂ

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં સરયૂ નદીના કિનારે આવેલા સ્મશાનઘાટ...
spot_img

સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને સંબોધીને લખાયેલા પત્રમાં દવાના હોલસેલ વેપારીઓને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) ને દવાઓ સપ્લાય કરતા પહેલાં તેમનું માન્ય ડિગ્રી સર્ટિફિકેટ મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે.

પત્રમાં જણાવ્યા મુજબ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના હેઠળના નિયમો અનુસાર દવાઓનું વેચાણ અને સપ્લાય અધિકૃત વ્યક્તિઓને જ કરવાનું રહેશે. આ માટે તમામ હોલસેલ સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, જ્યારે પણ કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડોક્ટર) ને દવાઓનો સપ્લાય કરવામાં આવે, ત્યારે તેમના માન્ય ડિગ્રી સર્ટિફિકેટની ચકાસણી કરીને તે અગાઉથી મેળવી લેવું.

આ ઉપરાંત, સંબંધિત ડોક્ટરના ડિગ્રી સર્ટિફિકેટનો રેકોર્ડ પોતાની પેઢી પર જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. આ સૂચનાનો હેતુ દવાઓના વેચાણ અને સપ્લાય દરમિયાન જરૂરી દસ્તાવેજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

હોલસેલ વેપારીઓએ સૂચનાનું પાલન કરી દવાઓના સપ્લાય પહેલાં જરૂરી દસ્તાવેજો મેળવીને રેકોર્ડ જાળવવાનો રહેશે.

Subscribe

Latest stories