HomeInternationalઅમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, 9/11 હુમલા બાદ બીજી વખત લેવાયો...

અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, 9/11 હુમલા બાદ બીજી વખત લેવાયો મોટો નિર્ણય; હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા

Date:

Related stories

કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર, 23 લોકોનાં મોત

આસામ: આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત...
spot_img

વોશિંગ્ટનઃ અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની સંચાર વ્યવસ્થામાં ખામી સર્જાતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ દેશભરની તમામ ફ્લાઇટ્સના ટેકઓફ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો. 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા બાદ આ બીજી વખત બન્યું છે, જ્યારે અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી સ્તરે તમામ ફ્લાઇટ્સનું ઉડ્ડયન રોકવામાં આવ્યું હોય.

FAAએ શુક્રવારે બપોરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. દેશના 22 પ્રાદેશિક એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સંચાર સંબંધિત સમસ્યા સર્જાઈ હતી. આ સેન્ટરો જ એક એરપોર્ટથી બીજા એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતા વિમાનોને જરૂરી દિશાનિર્દેશ આપે છે. સમસ્યાની જાણ થતાં જ FAAના ટેકનિશિયનોએ તપાસ શરૂ કરી હતી.

9/11 બાદ બીજી વખત આવી સ્થિતિ

આ પહેલાં જાન્યુઆરી 2023માં FAAની એક મહત્વપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા દેશભરમાં ફ્લાઇટ્સ રોકવામાં આવી હતી. હવે ફરી એકવાર સંચાર વ્યવસ્થામાં ખામીને કારણે આવું પગલું ભરવું પડ્યું છે. જોકે, અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે, હાલ આ સમસ્યા પાછળ કોઈ સાયબર હુમલો હોવાના સંકેત મળ્યા નથી. પ્રાથમિક રીતે તેને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ખામી માનવામાં આવી રહી છે.

827 ફ્લાઇટ્સનું ડાયવર્ઝન, હજારો મુસાફરો પર અસર

આ પ્રતિબંધને કારણે અમેરિકાના અનેક એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉડાન માટે તૈયાર વિમાનોને રોકી દેવામાં આવ્યા હતા, જ્યારે અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

ઉપલબ્ધ આંકડા અનુસાર, ઓછામાં ઓછી 827 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી 670 વિમાનોને તેમના મૂળ એરપોર્ટ પર પરત મોકલવામાં આવ્યા હતા, જ્યારે 157 વિમાનોને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવ્યા હતા.

વોશિંગ્ટન ડલેસ, લોસ એન્જલસ, સિનસિનાટી અને નેશવિલ એરપોર્ટ પર પણ તેની અસર જોવા મળી હતી. આ ઉપરાંત કાર્ગો ફ્લાઇટ્સના સંચાલન પર પણ અસર પડી હતી.

હવામાં રહેલા વિમાનોને લેન્ડિંગની મંજૂરી

FAAના પ્રતિબંધ દરમિયાન પહેલેથી જ હવામાં ઉડાન ભરી રહેલા વિમાનોને તેમની મુસાફરી ચાલુ રાખવા અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પણ પરિસ્થિતિ અનુસાર મંજૂરી આપવામાં આવી રહી હતી.

થોડા કલાકો બાદ FAAએ દેશવ્યાપી પ્રતિબંધ હટાવી લીધો હતો અને ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જોકે, ફ્લાઇટ્સના સમયપત્રકને સામાન્ય થવામાં વધુ સમય લાગી શકે છે.

Subscribe

Latest stories