HomeEntertainmentગોવિંદા સાથે કોણે શેર કરી રોમેન્ટિક તસવીરો? સોશિયલ મીડિયા પર મચી ચર્ચા,...

ગોવિંદા સાથે કોણે શેર કરી રોમેન્ટિક તસવીરો? સોશિયલ મીડિયા પર મચી ચર્ચા, ચાહકોએ કહ્યું – “હદ કર દઈ આપને”

Date:

Related stories

spot_img

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘રૂપા’ની અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારે સોશિયલ મીડિયા પર ગોવિંદા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કોમલ રાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘રૂપા’ની કેટલીક ખાસ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ગોવિંદા સાથે એકદમ નજીક જોવા મળી રહી છે. ક્યાંક બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે, તો ક્યાંક સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા નજરે પડે છે. કોમલે આ તસવીરો સાથે ‘રૂપાની સુંદર ઝલક’ એવું કેપ્શન લખ્યું છે.

ચાહકોએ આપી અલગ-અલગ પ્રતિક્રિયાઓ

કોમલની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ બંનેની જોડીને પસંદ કરી છે, તો કેટલાકે મજાકિયા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે ‘જોડી નંબર 1’ લખ્યું, જ્યારે અન્ય લોકોએ આ તસવીરોને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

સુનીતા આહુજાના નિવેદન બાદ ફરી ચર્ચા

ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ, ગોવિંદા અને કોમલ રાની વચ્ચે કથિત સંબંધોની અફવાઓ પણ સામે આવતી રહી છે.

સુનીતા આહુજાએ તાજેતરમાં પોતાના લગ્નજીવન અંગે વાત કરતાં કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત તેમને અને ગોવિંદાને અલગ કરી શકે તેમ નથી. બીજી તરફ, ગોવિંદા અગાઉ કોમલ સાથેના સંબંધોની અફવાઓને નકારી ચૂક્યા છે અને તેને પોતાની ફિલ્મ સાથે જોડાયેલી વ્યાવસાયિક બાબત ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને કોમલ આગામી ફિલ્મ ‘રૂપા’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ દ્વારા ગોવિંદા ફરી મોટા પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે.

Subscribe

Latest stories