HomeAstrologyમકર રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

મકર રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

મકર :

માનસિક અને શારીરિક તંદુરસ્તી : આ વર્ષ દરમિયાન તમારી તંદુરસ્તી સારી રહેશે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની વચ્ચે સામાન્ય નાનો હેલ્થ પ્રોબ્લેમ આવી શકે. એવું બની શકે કે મે 2027થી નવેમ્બર 2027ની વચ્ચે નાનો સામાન્ય હેલ્થ પ્રોબ્લેમ આવે પરંતુ એમાં કંઈ વધારે ચિંતા કરવા જેવું નથી. આ સમયગાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં ઈજા થઈ શકે છે અથવા ઘસારાને કારણે ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. નવેમ્બર 2026થી જૂન 2027ના સમયગાળામાં ઘણાને ખભાનો અથવા ગરદનનો દુખાવો પણ થઈ શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દાંતની ટ્રીટમેન્ટ લેવી પડે એવું બની શકે.

ડિસેમ્બર મહિનાથી રાહુનું ભ્રમણ મકર રાશિમાં થશે, જેને કારણે બિનજરૂરી ચિંતા થાય અથવા ડિપ્રેશન જેવું લાગે. ઘણા જાતકોને ગુસ્સો વધી જાય એવું પણ બને અને વિચારવાયુની સમસ્યા થાય. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધી જાય. ઘણા લોકોને વાળ ખરવાની (હેર ફોલિંગની) સમસ્યા પણ થાય. માનસિક તંદુરસ્તી સાચવવા માટે શિવ પૂજા કરવી. શિવલિંગ પર બરફ અને પાણી ચઢાવવાથી માનસિક રાહતનો અનુભવ થશે.
કારકિર્દી અને આર્થિક સ્થિતિ : 3 જૂન, 2027થી શનિની નાની પનોતી મકર રાશિમાં શરૂ થાય છે. અહીં રાહુ પણ ડિસેમ્બર 2026માં મકર રાશિમાં પ્રવેશ કરશે. આમ છતાં પણ 2026ની દિવાળીથી 2027ની દિવાળી સુધી મકર રાશિવાળા જાતકોની કારકિર્દી સારી રહેશે. જૂનથી શનિની પનોતી ચાંદીના પાયે છે પરંતુ શનિની વક્રી-માર્ગી પરિસ્થિતિને કારણે આગળ જતાં પરિસ્થિતિ બદલાશે. અહીં તમે જો ભાગીદારીમાં કામકાજ કરતા હોવ તો ભાગીદારી તૂટે એવી શક્યતા છે. જો તમારે ભાગીદારી તોડવાની ઈચ્છા ન હોય તો 2026ની દિવાળીથી લગભગ દોઢ વર્ષ સુધી તમારે ખૂબ કાળજી રાખવી પડશે નહીં તો આ સમયગાળામાં ભાગીદારી તૂટવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.

જૂન 2027થી શનિની નાની પનોતી હોવા છતાં પણ પ્રગતિ થાય એવી શક્યતા છે. નોકરી કરતા વ્યક્તિ માટે પણ આ સમય થોડોઘણો પ્રગતિકારક રહેશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ વર્ષમાં નવો વ્યવસાય શરૂ કરી શકાય છે પરંતુ તમે એક-બે વર્ષ માટે થોભી જાવ એ જ સલાહભરેલું છે કારણ કે 2028 અને 2029નું વર્ષ કઠિન હોઈ શકે છે. શનિની નાની પનોતી આ વર્ષમાં નુકસાન કરે એવું કંઈ ખાસ લાગતું નથી પરંતુ 2028ના વર્ષમાં નુકસાની થઈ શકે છે જેની પૂર્વતૈયારી રૂપે આ વર્ષમાં પગલાં લેવા.
આ વર્ષ દરમિયાન તમારા સરકારી કામકાજ પણ પૂરા થશે અને લોન વિષયક કામકાજ પણ સફળતાપૂર્વક થશે. તમે જો લોન ચૂકવવા માંગતા હોવ તો આ વર્ષમાં લોન ચૂકવાઈ જશે, જો તમારે નવી લોન લેવાની ઈચ્છા હોય તો નવી લોન પણ મળી જશે. તમારે સરકારી ઓફિસોમાંથી કોઈ બાબતે લાયસન્સ લેવાનું હોય તો એ કામ પણ સફળતાપૂર્વક થઈ જશે.

લગ્નજીવન, પ્રેમસંબંધ અને સામાજિક : આ વર્ષે લગ્નજીવનમાં મિશ્ર ફળ મળશે એટલે કે એક બાજુ જૂન 2027 સુધી સગાઈ (એંગેજમેન્ટ) થવાની શક્યતા છે પરંતુ મતભેદ થવાને કારણે અહીં લગ્નજીવનમાં સાચવવું પડશે નહીં તો સગાઈ તૂટી શકે છે. જે લોકોના લગ્ન થઈ ચૂક્યા છે એમનો પત્ની સાથે વાદવિવાદ થઈ શકે છે. ખાસ કરીને નવેમ્બર 2026થી નવેમ્બર 2027 સુધી વિવાહસંબંધમાં સાચવવું પડશે. આ વર્ષ દરમિયાન તમારી પત્નીની તંદુરસ્તીનું તમારે વધારે ધ્યાન રાખવું પડશે. અહીં પણ રાહુ ડિસેમ્બર 2026થી દોઢ વર્ષ માટે મકર રાશિમાં રહેશે અને આ જ કારણે લગ્નજીવનમાં મતભેદ થાય અથવા તો સગાઈ તૂટી જાય કે તમારી પત્નીની તબિયત બગડે એવું થઈ શકે. આ સમસ્યાના નિવારણ માટે તમારે શક્ય બને તેટલું વધારે શિવપૂજા કરવી, શક્ય બને તો દરરોજ શિવલિંગ પર બરફ, પાણી અને બીલીપત્ર ચઢાવવા.

પ્રેમી-પંખીડાઓ માટે થોડોઘણો કઠિન સમય છે, વધારે ચિંતા કરવા જેવું નથી. જે લોકો રિલેશનશિપમાં છે એ લોકો માટે કહેવું પડે કે તમારે મે 2027 સુધી વ્યવહારકુશળ બનીને ચાલવું.
સામાજિક : આ વર્ષ દરમિયાન તમારે સામાજિક રીતે આગળ પડીને કોઈ કામ કરવું હોય તો થઈ શકે એમ છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે એમનું કામ પણ સફળતાપૂર્વક થઈ શકે એમ છે. ઘણા લોકોને સગા ભાઈ સાથે વાદવિવાદ થઈ શકે છે. નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027ની વચ્ચે સામાજિક રીતે થોડોઘણો વાદવિવાદ થઈ શકે છે. અહીં નાના ભાઈ સાથે, મોટા ભાઈ સાથે, પડોશી સાથે અથવા કોઈ સંબંધી સાથે વાદવિવાદ થઈ શકે છે. જો નાની સમસ્યા હશે તો ફેબ્રુઆરી મહિનાથી એનો ઉકેલ આવી જશે જેથી શરૂઆતમાં 3-4 મહિના ધીરજ રાખો તો આપમેળે સંબંધ બગાડ્યા વગર જ તમારું કામ થઈ જશે.
ઘર અને મિલકત : આ વર્ષ દરમિયાન તમે તમારું ઘર રીનોવેશન કરાવી શકો છો, નવી મિલકત લેવા માટે પણ તમે આગળ વધી શકો છો પરંતુ 2028ના વર્ષમાં તમને નાણાભીડ પડી શકે છે એટલે કે પૈસાની ખેંચ પડી શકે છે જેથી કરીને યોગ્ય પ્લાનિંગ કરીને આગળ વધવું, પોતાના ગજા બહારનું સાહસ કરવું નહીં. નવેમ્બર-ડિસેમ્બરમાં મિલકત અને વાહન સંબંધિત કામ થઈ શકે, એ પછી 2027માં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ મહિનાઓમાં પણ મિલકત કે વાહન સંબંધિત કામ થઈ શકે. માર્ચ અને એપ્રિલ મહિનામાં ઓવરઓલ બિલ્ડર લાઈનમાં સંઘર્ષ થાય એવી શક્યતા છે. મકર રાશિવાળાનું મિલકત સંબંધિત કામ ફેબ્રુઆરીથી મે ની વચ્ચે ધીમું પડી જાય એવી શક્યતા છે.
માતા-પિતા : આ વર્ષ દરમિયાન ઓવરઓલ તમારી અને તમારા માતા-પિતાની તંદુરસ્તી સારી રહેશે. માતા-પિતાની તંદુરસ્તી વિશે તમારે જુલાઈ 2027 પછી થોડું ધ્યાન રાખવું પડશે, વધારે ચિંતા કરવા જેવું કંઈ લાગતું નથી. આ બધી બાબતો વ્યક્તિગત કુંડળી પર વધારે આધાર રાખે છે. ખાસ કરીને જુલાઈથી ઓક્ટોબરમાં માતા-પિતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પડશે.
સંતાનસુખ : આ વર્ષ દરમિયાન તમારા બાળકોની તંદુરસ્તી પણ સારી રહેશે. જૂન-જુલાઈ પછી તમારા બાળકોની પ્રગતિમાં વધારો થશે. જે સ્ત્રીઓ માતા બનવા માટે ઇચ્છુક છે એમને માટે પણ સારો સમય છે, ખાસ કરીને નવેમ્બર 2026થી જુલાઈ 2027ની વચ્ચે સારા સમાચાર મળી શકે છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : કોર્ટકચેરીની બાબતમાં આ વર્ષ તમારું સારું રહેશે. તમારા જૂના અટકેલા કામ પૂરા થશે, તમારે માટે જરૂરી લાયસન્સ તમને મળી જશે પરંતુ જૂન પછી કામ થોડા ધીમા થશે જેથી કરીને શક્ય બને તેટલું કામ જૂન મહિના પહેલા પૂરું થાય એવા પ્રયત્ન કરવા. જો કામકાજ પૂરું કરવામાં થોડુંઘણું મોડું થાય તો પણ 21 સપ્ટેમ્બર, 2027 પહેલા કામ પૂરું કરવું, જાણી જોઈને મોડું કરવું નહીં. શક્ય બને તો જૂન મહિના પહેલા જ કામ પૂરું કરી દેવું.
શેરબજાર : આ વર્ષ તમારી કુંડળી મુજબ શેરબજાર માટે સારું છે પરંતુ ભારત દેશના શેરબજારમાં 24 જૂન, 2027 પછી તેજી આવે એવી શક્યતા છે જેથી કરીને તેજીના બજારમાં દરેક માણસ બે પૈસા બનાવી શકે છે.
વિદ્યાર્થીજીવન : 2026 અને 2027માં વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં થોડો સુધારો આવશે. ખાસ કરીને જૂન 2027 પછી મકર રાશિના વિદ્યાર્થીઓ થોડો સારો દેખાવ કરશે અને આગળ જતા વધારે પ્રગતિ કરશે. જે વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઈચ્છા છે એમને જૂન 2027થી સફળતા મળશે. જે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રૂચિ છે એમનો દેખાવ પણ થોડોઘણો સારો રહેશે, ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારું પ્રદર્શન કરી શકશે.
પ્રવાસ : મકર રાશિના જાતકો માટે પ્રવાસ માટે 2026 અને 2027નું વર્ષ સારું છે પરંતુ જૂન 2027 પછી પ્રવાસ માટે વધુ અનુકૂળતા છે. જે લોકોને વિદેશના વિઝા મેળવવાની ઈચ્છા છે એમનું કામ સફળતાપૂર્વક થઈ જશે.

Subscribe

Latest stories