HomeAstrologyવૃ‌શ્ચિક રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

વૃ‌શ્ચિક રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

વૃ‌શ્ચિક :

માનસિક સ્થિતિ અને શારીરિક તંદુરસ્તી : આ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિમાં શનિની નાની પનોતી કે મોટી પનોતી જેવું કાંઈ નથી. આ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું રહેશે. શારીરિક રીતે જોવા જઈએ તો જૂનથી ઓક્ટોબર 2027માં થોડીઘણી તબિયતનું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને 15 ઓગસ્ટથી ઓક્ટોબરમાં તબિયતની બાબતમાં કાળજી રાખવી પડશે, નાની ઈજા થઈ શકે છે અથવા તો નાની સર્જરી પણ થઈ શકે છે. આ સમય દરમિયાન નાનું એક્સિડન્ટ પણ થઈ શકે છે.

આગળ જતાં જોઈએ તો ડિસેમ્બર 2026થી વૃશ્ચિક રાશિવાળા ઘણા જાતકોને ગરદનનો અથવા ખભાનો દુખાવો પણ થઈ શકે છે પરંતુ વધારે ચિંતા કરવા જેવું કાંઈ નથી. આ વર્ષ દરમિયાન તમારી માનસિક સ્થિતિ પણ સારી રહેશે, ઉત્સાહ જળવાયેલો રહેશે. ડિસેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે મંગળની વક્રી-માર્ગી પરિસ્થિતિને કારણે ઘણી વખત નકારાત્મક વિચાર આવે અથવા તો કાલ્પનિક ડર લાગે એવી શક્યતા છે. આ સમય દરમિયાન એકલાપણું લાગે પરંતુ પ્રેક્ટિકલી વિચારીએ તો ગભરાવા જેવું કાંઈ જ નથી. ઘણા ડર માત્ર મનુષ્યની કલ્પનામાં જ હોય છે.
આ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિના ઘણા જાતકોને પાચનતંત્રની સમસ્યા થશે જેમ કે ગેસ, એસિડિટી વગેરે થશે. ખાસ કરીને 20 ઓગસ્ટથી ઓક્ટોબરની વચ્ચે નાનું એક્સિડન્ટ થઈ શકે એવું છે, એ બાબતે સાચવવાનું છે, પગના પંજામાં ઈજા થાય એવી શક્યતા છે, સ્પોર્ટ્સ શૂઝ પહેરવાની આદત રાખો.

આર્થિક સ્થિતિ, નોકરી અને વેપાર : નવેમ્બર કે ડિસેમ્બર મહિનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. એ પછી ફરી પાછું જૂન 2027થી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. એવું બની શકે કે 2025, 2026 અને 2027ના વર્ષમાં તમારી આવકનું માધ્યમ બદલાય, નોકરી અથવા તો તમારી ઓફિસનું એડ્રેસ બદલાય. આ સમયગાળામાં એવું પણ થાય કે તમારી કામ કરવાની મેથડમાં ઘણું મોટું પરિવર્તન આવે. હવે ડિસેમ્બર 2026થી પ્રગતિ પણ થશે અને સ્થિરતા પણ જળવાયેલી રહેશે.
જૂન 2026થી શનિ મેષ રાશિમાં ભ્રમણ કરશે, આ સમય દરમિયાન તમારા ઉઘરાણીના પૈસા ફસાઈ શકે છે, જેથી કરીને સામેવાળી પાર્ટી કેવી છે એ બે વાર ચેક કરીને માલનું ધિરાણ કરવું. નવેમ્બર 2026થી ફેબ્રુઆરી 2028ની વચ્ચે ધંધામાં ભાગીદારી તૂટી શકે છે અથવા તો ભાગીદાર સાથે વાદવિવાદ થઈ શકે છે, આ બાબતે સાચવવું.
જે લોકો નોકરીના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની પણ જૂન 2027 પછી થોડીઘણી પ્રગતિ થઈ શકે છે પરંતુ શનિ નીચ રાશિમાં હોવાથી નોકરીમાં સંઘર્ષ આવે એવું પણ શક્ય છે. 24 ઓગસ્ટથી બે મહિના સુધી નોકરી કરવા વાળા વ્યક્તિઓએ સાચવવાનું છે નહીં તો નુકસાની થઈ શકે એવી શક્યતા છે પરંતુ ગુરુની પાંચમી દ્રષ્ટિ છઠ્ઠા સ્થાન પર પડતી હોવાથી મોટી નુકસાની થાય એવું લાગતું નથી. તમારો સારો સમય ચાલતો હોવાથી ભગવાન જે કરે તે સારા માટે એમ વિચારીને આગળ ચાલવું, આશાવાદી બનવું.

જે લોકો ઘણા લાંબા સમયથી નોકરીની શોધમાં છે એમને પણ નવેમ્બર 2026થી નોકરી મળી જાય એવી શક્યતા છે અને જૂન 2027થી નોકરી મળી જાય એવી શક્યતા વધુ પ્રમાણમાં છે.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : જે લોકો પહેલેથી વિવાહિત છે એમણે લગ્નજીવનમાં આવતા વર્ષે 21 ઓગસ્ટથી 27 નવેમ્બર, 2027માં થોડું સાચવવાનું છે. નાની એવી નજીવી વાતમાં કંકાસ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જે યુવાનોને લગ્ન કરવાની ઈચ્છા છે એમનો લગ્ન માટે નવેમ્બર 2026થી જૂન 2027 સુધી ફેવરેબલ ટાઈમ છે. એ પછી તમારા લગ્નની વાતચીત અટકી જશે. એ પછી ફરી પાછું ઓક્ટોબર 2027થી ફેબ્રુઆરી 2028 લગ્ન માટે અનુકૂળ સમય રહેશે. આ સમય દરમિયાન લગ્ન થઈ શકે છે અથવા તો સગાઈ (એંગેજમેન્ટ) પણ થઈ શકે છે.
જે લોકો પ્રેમસંબંધમાં છે એમને માટે 3 જૂન, 2027 સુધી અનુકૂળ સમય નથી. આ સમય દરમિયાન પોતાના પાર્ટનર સાથે મોટો ઝઘડો થઈ શકે છે અને લવ બ્રેકઅપ થઈ શકે એવી શક્યતા પણ છે. લવ રિલેશનશિપ માટે થોડા પ્રમાણમાં 3 જૂન, 2027 પછી સારો સમય છે.
માતા-પિતા : જાન્યુઆરી 2027થી તમારા માતા-પિતાની તબિયતમાં સુધારો થશે અને આગળ જતાં પણ તબિયત મોટેભાગે સારી જ રહેશે, આ બાબતમાં કંઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. જેમના માતા-પિતા મોટી ઉંમરના હોય એમણે ઉનાળામાં (એપ્રિલથી જૂન) માતા-પિતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના જે જાતકો પોતાના માતા-પિતાથી દૂર રહે છે એ લોકો માટે જુલાઈ 2027થી માતા-પિતાની સાથે રહી શકાય એવો સમય છે.

મકાન, વાહન અને મિલકત : નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે મકાન-વાહન ખરીદી શકાય અથવા નવી મિલકત લઈ શકાય એવી શક્યતા છે. વેપારના હેતુથી પણ નવી મિલકત ખરીદી શકાય. આ સમય દરમિયાન જૂના મકાનનું રંગરોગાન પણ કરાવી શકાય. જૂન 2027થી નવું મકાન કે નવો ફ્લેટ લેવાની શક્યતા વધારે છે અને એ માટે તમને હાઉસિંગ લોન પણ મળી જશે. જૂન મહિનાથી વાહન લેવાની શક્યતા પણ વધારે છે.
સંતાનસુખ : વૃશ્ચિક રાશિના જાતકોના સંતાનો જૂન 2027 પછી વધારે પ્રગતિ કરશે. શનિના રાશિ પરિવર્તન પછી તમારા સંતાન વિશેની તમારી ચિંતા ઓછી થશે. વૃશ્ચિક રાશિની જે મહિલાઓ માતા બનવા માટે ઇચ્છુક છે એમને જૂન 2026થી જૂન 2027ની વચ્ચે ગુડ ન્યૂઝ મળે એવી શક્યતા છે. ગર્ભવતી મહિલાઓએ જૂનથી ઓગસ્ટની વચ્ચે તબિયતનું ધ્યાન રાખવું, ડોક્ટરની સલાહનું પૂરેપૂરું પાલન કરવું. તંદુરસ્તી માટે શ્રી ગણેશ અને હનુમાનજીના સુંદરકાંડના પાઠ કરવા.
વિદ્યાર્થીજીવન : વિદ્યાર્થીઓની ધીમી ગતિએ પ્રગતિ થશે. એમની મહેનતનું એમને પૂરેપૂરું ફળ મળશે. 28 ઓગસ્ટ, 2027 પછી એજ્યુકેશન બાબતમાં વધારે પ્રગતિ થશે. વૃશ્ચિક રાશિના જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એમનું કામ જૂન 2027 પહેલા થઈ જાય તો સારું રહેશે, નહીં તો એ પછી વધારે સંઘર્ષનો સામનો કરવો પડશે. જૂન મહિના પછી વિદેશ જવાની શક્યતા ઓછી થતી જાય છે. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ જૂન પહેલાં વધારે સારો સમય છે, એ પછી મેચ જીતવા માટે વધારે મહેનત કરવી પડશે.
શેરબજાર : ઓવરઓલ ભારતીય શેરબજારમાં જૂન કે જુલાઈ 2027થી સુધારો આવે એવું છે. આ સુધારાનો લાભ વૃશ્ચિક રાશિના જાતકોને પણ મળશે. જો તમે પહેલેથી કોઈ શેર લઈ રાખેલા હોય તો માર્ચથી ઓગસ્ટ મહિનાની વચ્ચે પણ સારો ભાવ આવી શકે છે, એ માટે તમારે બજાર પર નજર રાખવી પડશે અથવા આ શેર તમે 3 જૂન પછી વેચી શકો છો.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : કોર્ટકચેરીની બાબતમાં 3 જૂન, 2027 પછી થોડું સાચવવું પડશે. એ પછી તમારા કામ ધીમી ગતિએ થશે જેથી જૂન પહેલા કામ પતાવી લેવું સલાહભરેલું છે. ઓગસ્ટથી ઓક્ટોબર 2027માં કાયદાકીય બાબતે મોટી રોકાવટ આવી શકે છે અને એ બાબતે ખોટો ખર્ચો પણ થઈ શકે છે. કૌટુંબિક ઝઘડા કે લગ્નજીવન બાબતે જો તમારો કોર્ટ કેસ ચાલતો હશે તો જૂન પહેલા આ કેસનો નિકાલ આવી શકે છે.
સામાજિક અને મિત્રમંડળ : સામાજિક બાબતે 3 જૂન, 2027 પછી સારો સમય છે. એ પછી ઘણા બધા સામાજિક કામ સરળતાથી થઈ શકે છે, જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, પડોશીઓ સાથેના સંબંધો સુધરી શકે છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે એમને માટે પણ જૂન 2027 પછી થોડા પ્રમાણમાં સારો સમય છે.
વિદેશ અને પ્રવાસ : દિવાળીથી લગભગ 8 મહિના સુધી પ્રવાસ કરવા માટે અનુકૂળ સમય છે. આ સમય દરમિયાન ધાર્મિક પ્રવાસ પણ થઈ શકે છે. ખાસ કરીને ઓગસ્ટથી ઓક્ટોબર મહિનાની વચ્ચે પ્રવાસની બાબતમાં ખૂબ કાળજી રાખવી પડશે. આ સમય દરમિયાન નક્કી કરેલો પ્રવાસ પણ કેન્સલ થઈ શકે છે અને તબિયત બગડી શકે એવી શક્યતા પણ છે.

Subscribe

Latest stories