16 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે અતિ મંગળમય

Share this story

16 November 2022, Today’s Horoscope

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારું રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે. આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારું રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહંમ્‍નો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરિફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાંના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વનાં નિર્ણયો, યોગ્ય રીતે લઈ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધાઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-