કેટલા ધનવાન છે ઉમેદવાર ? રિવાબા જાડેજા પાસે કેટલી છે સંપત્તિ ? પતિ રવીન્દ્રની મિલકત પણ જાહેર 

Share this story

How rich is the candidate

  • જામનગર ઉતર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ રજૂ કર્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ જામનગર ઉત્તર વિધાનસભાના (Jamnagar North) ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જે બાદમાં ચૂંટણીપંચ સામે રિવાબા જાડેજાએ મિલકત જાહેર કરી હતી.

વિગતો મુજબ રીવાબાએ (Rivaba) ચૂંટણીપંચ સમક્ષ કરેલ સોગંદનામા મુજબ તેમના એટલે કે રિવાબા જાડેજાના નામે 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે. આ સાથે રીવાબા જાડેજાના પતિ રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર કરી છે.

જામનગર ઉત્તર વિધાનસભામાં ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જેથી ગઈ કાલે રિવાબાએ પતિ રવીન્દ્ર જાડેજા અને આગેવાનો સાથે ઉમેદવારી પત્ર (Nomination letter) ભર્યું હતું. જેમાં નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ આપવાનું હોય છે.

જેમાં રીવાબાએ પોતાના નામે 6 લાખ 20 હજારની મિલકત હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે રીવાબા જાડેજાના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-