Is the AC not working properly in your car
- જો તમે તમારી કારના એસીનું આયુષ્ય વધારવા માંગો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી એસીની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સાચવી શકશો.
જો તમે તમારી કારના એસીનું (Car AC) સ્વાસ્થ્ય અને ઉંમર બંને વધારવા માંગતા હોવ તો તમારે અમારા આ સમાચાર પૂરેપૂરા વાંચવા જોઈએ. આજે અમે તમને તે સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ. જેને અનુસરીને તમે તમારી કારના ACને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવી શકો છો.
કારમાં રહેલી ગરમી દૂર કરો :
એસી ચલાવતા પહેલા કારમાં હવાની અવર જવરની ચકાસણી કરી લેવી જોઈએ. આ સિવાય ઈગ્રીશનને ઓન કરતા પહેલા કારની બારીને ખોલી દેવાથી કારમાં રહેલી ગરમી બહાર નીકળી જશે. જેનાથી ગાડીનું તાપમાન નીચું આવે છે અને એસી ઝડપથી ગાડીને ઠંડી કરે છે.
છાંયડામાં ગાડી પાર્ક કરવી :
જો તમે તમારી કારને તડકામાંથી દૂર પાર્ક કરશો તો એસીની ગુણવત્તા વધી જશે. હંમેશા ગાડીને તડકાથી દૂર પાર્ક કરવી જોઈએ જેથી એસી કારને સરળતાથી ઠંડી કરી શકે છે. તડકામાં ઉભેલી ગાડીમાં વધારે ગરમ થઈ જાય છે. જેથી કારનું એસી કારને ઠંડી કરવામાં સમય લગાડે છે.
ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે :
જો એસી ફિલ્ટર ગંદા હોય તો તે કારના સેવનમાં અવરોધ ઉભો કરી શકે છે. આ કારણે કારને કૂલ થવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી એસી ફિલ્ટર્સને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ અને આ ફિલ્ટર્સને સમયાંતરે સાફ કરવા જોઈએ. જો ફિલ્ટરમાં વધુ પડતો કચરો હોય તો તેને બદલી પણ શકાય છે.
આ પણ વાંચો :-