Hardik Patel’s dialogue in Viramgam
- હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો.
દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કહેવાતા ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે (Hardik Patel) વિરમગામથી (Viramgam) પોતાની ઉમેદવારી નોંધવી. ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરતા પહેલાં હાર્દિકે વિરમગામમાં જંગી સભા યોજીને એક પ્રકારે શક્તિપ્રદર્શન (A show of strength) કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાર્દિક પટલે જાહેર મંચ પરથી કહ્યું કે હું 28 વર્ષનો છકડો છું- જેમ હંકારશો એમ આગળ વધીશ.
પ્રધાનમંત્રી મોદી અને મક્કમ ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) મને આટલી નાની ઉંમરમાં મોકો આપ્યો છે. સૌથી મોટા રાજકીય પક્ષમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. આપણે એક મોટી જંગ લડવા નીકળ્યા છીએ.
હંમેશાની જેમ આજે પણ હાર્દિક પટેલ સ્ટેજ પર ડાયલોગબાજી કરતા જોવા મળ્યાં. હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યું કે વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનું પણ વિરમગામના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે. તમારું કોઈપણ કામ તમે મને હક્કથી કહી શકશો. અને તમે મને મત આપશો તો મારે તમારું કામ કરવું જ પડશે.
મારા એફિડેવિટમાં કહ્યું છે એક લાખ પચ્ચીસ હજારનો મારો પગાર વિરમગામની પાંજરાપોળોમાં, દેત્રોજ અને માંડલની સામાજિક સંસ્થાઓના કલ્યાણ અર્થે વાપરવાનું પણ એફિડેવિટમાં કહ્યું છે. હું વિરામગામને જિલ્લો બનાવીને કરોડોની ગ્રાન્ટ અપાવીશ.
હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો. તમારે મને હાર્દિકભાઈ કે સાહેબ કહેવાની જરૂર નહીં પડે તમારા મને હાર્દિક કહીને બોલાવવાનો મને પણ આનંદ થશે.
હું તમારું કામ નહીં કરું તો તમે મારા કામ પકડી શકો છો. નરેન્દ્ર ભાઈએ વિરમગામમાં માત્ર હાર્દિક નામનું પ્રતિક મોકલ્યું છે. આ વખતે વિરમગામ માટે આ છેલ્લો મોકો છેલ્લી તક છે. આમાં ચૂક્યાં તો બધા દુઃખી થશો.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે નીતિનભાઈ સાહેબને કહી શકું કે સાહેબ હવે તમારા કડી કરતા સવાયું અમારું વિરમગામ બનાવ્યું છે. મારે વિરમગામનો એવો વિકાસ કરવો છે. બધા કહે છે કે નીતિનભાઈએ એમના કડીને ચમકાવી દીધું છે.
તો મારે કડી કરતા પણ મારા વિરમગામને વધારે ચમકાવવું છે. અમદાવાદનો 600 વર્ષનો ઈતિહાસ છે. મારા વિરમગામનો 1200 વર્ષ જુનો ઈતિહાસ છે. કોંગ્રેસના ધારાસભ્ય ફક્ત બહાનાબાજી કરે છે. અત્યાર સુધી વિરમગામનો વિકાસ નથી થયો. પણ હવે હું ધારાસભ્ય બનીને કામ કરીશ.
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં. અલ્પેશ ઠાકોરે પણ વિરમગામની સભામાં ઉભા રહીને હાર્દિક પટેલ માટે મત માંગ્યાં. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પણ હાજર રહ્યાં. સૌથી મોટી ઉંમરની પાર્ટીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી.
આ પણ વાંચો :-