As soon as the new list was announced in BJP
- ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજર દ્વારા ગઈકાલે પોતાની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે નવી યાદી જાહેર કરાતા જ ભાજપમાં વિરોધ થવાનું શરૂ થઈ ગયું છે.
બનાસકાંઠાની (Banaskantha) હિંમતનગર બેઠક (Himmatnagar seat) પરથી ભાજપ ગઈકાલે મોડી રાત્રે વી.ડી ઝાલાના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે આ નિર્ણયથી ઠાકોર (Thakor) સમાજ નારાજ થયો છે અને આજે સવાલે જ હિંમતનગરમાં ઠેર-ઠેર તેમના વિરોધમાં પોસ્ટરો જોવા મળી રહ્યા છે.
શું લખ્યું છે પોસ્ટર્સમાં?
શહેરભરમાં લાગેલા પોસ્ટર્સમાં લખ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ બહારથી આવેલા ઉમેદવારનો બહિષ્કાર કરે છે. ઉમેદવાર ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપા સરકાર. વી.ડી ઝાલા હાય હાય.
ગઈકાલે કમલમમાં દરવાજા બંધ કરવા પડ્યા હતા :
નોંધનીય છે કે ભાજપમાં ઘણી જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર થતા જ અનેક સ્થળોએ વિરોધના સૂર ઉઠ્યા છે. ગઈકાલે જ કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની પસંદગીથી નારાજ કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા હતા.
જેમના નામ કપાયા તેના સમર્થકો દ્વારા ગઈકાલે ગાંધીગર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર દેખાવો કરવામાં આવ્યા હતા.એવામાં આખરે ભાજપના ઇતિહાસમાં પહેલીવાર કમલમના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી હતી. ભાજપ દ્વારા આ પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પહેલીવાર છે.
હજુ પણ 4 બેઠકોને લઈને કોકડું ગૂંચવાયું :
ભાજપે અત્યાર સુધીમાં 3 યાદીમાં 178 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે કાર્યકરોમાં જ ભારે વિરોધ વચ્ચે પાર્ટી ફૂંકી ફૂંકીને ઉમેદવારોના નામ ફાઈનલ કરી રહી છે. ત્યારે હજુ પણ 4 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકો પરથી નામો જાહેર થાય છે ત્યારે ફરી વિરોધના સૂર ઉઠે છે કે પછી ભાજપ તેને ખાળવામાં સફળ રહેશે.
આ પણ વાંચો :-