Business Idea : માત્ર એક એકર જમીનમાં કરો આ પ્રકારે ખેતી, લાખોમાં નહિ પરંતુ કરોડોમાં થશે કમાણી

Share this story

Business Idea: Do this kind of farming in just

  • Turmeric Vertical Farming : વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

તમે હળદરની (Turmeric) ખેતી વિશે તો સાંભળ્યુ જ હશે. પરંતુ તેનાથી થનારી કમાણી વિશે જો અમે તમને કહીએ કે તેનાથી લાખો નહિ પરંતુ કરોડોનો ફાયદો (A gain of crores) થવાનો છે. તે પણ દર વર્ષે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. પરંતુ તે હકીકત છે. વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી (Farming) દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

ઓછી જમીન પર વધારે ઉપજ :

આવી જ એક તકનીકનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ (Vertical farming). કૃષિ સાથે જોડાયેલી ઘણી બધી કંપનીઓ આ પ્રકારે ખેતી કરે છે. લોકોનું માનવુ છે કે આ તકનીક દ્વારા એક એકર જમીનમાં 100 એકરના બરાબર ઉપજ કરી શકાય છે. જો તમે પણ આ બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો હળદરની વર્ટિકલ ફાર્મિંગ કરીને તમે તમારા સપનાઓને પાંખ લગાવી શકો છો.

વર્ટિકલ ફાર્મિંગ માટે આ વસ્તુઓની જરૂરિયાત હોય છે :

વર્ટિકલ ફાર્મિંગ માટે સૌથી પહેલા તમારે જીઆઈ પાઈપની જરૂર પડે છે. આ પાઈપ પર 2-3 ફૂટ ઊંડા અને 2 ફૂંટ પહોળા લાંબા-લાંબા કન્ટેનર્સને વર્ટિકલ રીતે સેટ કરવામાં આવે છે. પ્રત્યેક કન્ટેનરનો ઉપરી ભાગ ખુલ્લો રહે છે. આમાં જ હળદર ઉગાડવામાં આવે છે.

કેવી રીતે થાય છે ખેતી ?

હળદરની વર્ટિકલ ફાર્મિંગ માટે 10-10 સેમીના અંતરે બોક્સને ક્રોસવાઈઝ લગાવવામાં આવે છે. માટી વાળા કન્ટેનરમાં હળદરના બીજની બે લાઈન કરવામાં આવે છે. થોડા સમય પથી હળદર ઉગી આવે છે. તે સીધી ઉપરની તરફ વધે છે. છોડ મોટો થવા પર પાંદડા આજુ-બાજું નીકળી આવે છે. હળદરની ખેતી માટે વર્ટિકલ ફાર્મિંગને જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેટલો ફાયદો થશે :

ઉદાહરણ તરીકે એક વર્ષમાં જો તમારી પાસે 250 ટન હળદરની ઉપજ હોય છે. તો તમારી પાસે અઢી કરોડ રૂપિયા આવશે. જો આમાં 70થી 80 લાખ ખર્ચો પણ માની લો તો તમને સરળતાથી ડોઢથી પોણા બે કરોડ રૂપિયા બચી જાય છે. ત્યારબાદ તમે હળદરનો પાઉડર બનાવીને પણ વેચી શકો છો.

આ પણ વાંચો :-