Political battle between Ravindra Jadejas wife Reevaba
- નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજનીતિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ અમુક સીટો પર ઉમેદવારો સાથે સીધું કનેક્શન નીકળી રહ્યું છે. જેના કારણે અલગ સમીકરણો બની રહ્યા છે. પરંતુ હાલ કોંગ્રેસ અને બીજેપીના બે નેતાઓએ તેણે વધુ દિલસ્પર્શ બનાવી દીધું છે.
નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા (Naynaba Jadeja). હાલ જામનગર ઉત્તરની (Jamnagar North) સીટ રાજનીતિની પીચ બની ગઈ છે.
આ સીટ પરથી ભાજપે જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપી છે. જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસના નયનાબા જાડેજા તેમનો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં આપેલું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. નયનાબા જાડેજાના નિવેદનથી એ સ્પષ્ટ છે કે નણંદ-ભાભી રાજનીતિના આ ખેલમાં એકબીજા વિરુદ્ધ આમને સામને ઉભા છે.
એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ આ સીટ પરથી નયનાબા જાડેજાને મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ પરથી સ્થાનિક વ્યવસાયી દીપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે મુકાબલો હજું પણ દિલસ્પર્શ એટલા માટે છે કારણ કે નણંદ જ ભાભીનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને તેમની હાર માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
નયનાબા જાડેજાનું કહેવું છે કે મારી ભાભી રિવાબાને ભાજપે ઉમેદવાર બનાવીને મોટી ભૂલ કરી છે. રિવાબા સેલેબ્રિટી હોઈ શકે છે. પરંતુ તેમને રાજનીતિનો કોઈ અનુભવ નથી. એટલા માટે બીજેપીની આ સીટ પરથી હાર થશે.
ચાલો જાણીએ કે રાજનીતિની પીચમાં કોન કઈ રીતે છે આગળ….
રીવાબા ભાજપના સક્રિય કાર્યકર
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની વાત કરીએ તો તેમણે ભાજપ સાથે જોડાયાને લાંબો સમય થયો નથી. તેઓ ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જો કે અગાઉ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રિવાબા અગાઉ કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે. રિવાબા ભાજપમાં જોડાયા ત્યારથી ખૂબ જ સક્રિય છે. આ જ કારણ છે કે ભાજપે તેમને માત્ર ત્રણ વર્ષમાં જ જામનગર બેઠક પરથી ટિકિટ આપી છે. તે ભાજપના સક્રિય કાર્યકર છે.
રીવાબા જાડેજાની વાત કરીએ તો તે મૂળ રાજકોટના છે. તેમના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. રીવાબાએ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
લોકોમાં સારું પ્રભુત્વ ધરાવે છે રિવાબા :
રિવાબાને ટિકિટ મળતા જ તેમની નણંદ નયનાબા એ તેમનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. તેઓ દીપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ઉગ્રતા પૂર્વક લોકો પાસે વોટની માંગણી કરી રહ્યા છે. નયનાબાને પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહેવા માટે વધુ સમય મળ્યો નથી.
રીવાબા ભાજપમાં જોડાયા તેના થોડા સમય બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા ત્યારથી જ અહીંના લોકોમાં તેમની સારી પકડ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ કારણ છે કે નણંદ નયનાબા આટલા ઓછા સમયમાં જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.
આ પણ વાંચો :-