Actress Ameesha Patel’s new video has gone viral
- છેલ્લા થોડા સમયથી અમીષા પટેલ ઓછા પ્રોજેક્ટ્સમાં દેખાઈ રહી છે. જો કે, આ વખતે તે પોતાની બોલ્ડનેસથી લોકોને દીવાના બનાવી રહી છે.
એક સમય હતો જ્યારે લોકો અમીષા પટેલના (Ameesha Patel) ચહેરાની નિર્દોષતા અને સાદગી પર ફિદા હતા. પ્રશંસકો તેમને ફિલ્મી પડદા પર જોવા માટે ખૂબ ઉત્સાહિત રહેતા હતા. જો કે છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી ઓછા પ્રોજેક્ટસમાં (Fewer projects) જોવા મળી રહી છે.
અમીષા પોતાના ચાહક વર્ગ સાથે સોશિયલ મીડિયામાં (Social media) હંમેશા જોડાયેલી રહે છે. એવામાં વારંવાર તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના પ્રોજેક્ટ્સ અને લુક્સની ઝલક જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ લુકથી પ્રશંસકો માટે દિલના ધબકારા વધારી દીધા છે. આ વીડિયોમાં અમીષા પટેલ (Ameesha Patel) હદથી વધારે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે અને 46ની ઉંમરમાં તેની પરફેક્ટ બોડી બતાવી રહી છે.
https://www.instagram.com/reel/Ck2ossIIixF/?utm_source=ig_embed&ig_rid=d39e54be-039b-41cb-990f-fe336bcf76a5
અભિનેત્રીએ આપી આ માહિતી :
સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે અમીષા પટેલ તેના પ્રશંસકોને જણાવી રહી છે કે તે ડિસેમ્બરમાં ઉદયપુરમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે જવાની છે. આ સાથે અભિનેત્રીએ એવું પણ જણાવ્યું કે ઉદયપુર તેમની ફેવરિટ જગ્યાઓમાં સામેલ છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે પ્રશંસકો તેમને મળવાની ઈચ્છા પણ જાહેર કરી રહ્યાં છે.
ગદર 2માં દેખાશે અમીષા પટેલ :
ઉલ્લેખનીય છે કે અમીષા થોડા સમયથી ગદર 2ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ ફરીથી સની દેઓલની (Sunny Deol) સાથે લીડ રોલની ભૂમિકા નિભાવશે. પ્રશંસકો આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે.
આ પણ વાંચો :-