ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયો એવો ભયંકર બ્લાસ્ટ કે…. પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Share this story

The terrible blast that took place on the Udaipur

  • રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર કરાયેલો વિસ્ફોટ આતંકી ઘટના હતી. રાજસ્થાન પોલીસે પોતાની FIRમાં આનો ખુલાસો કર્યો છે.

આ મામલે રાજસ્થાન (Rajasthan) પોલીસે આતંકી ષડયંત્ર સાથે જોડાયેલી કલમો હેઠળ FIR નોંધી છે. રાજસ્થાન પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જાણ્યું કે ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક (Udaipur-Ahmedabad Railway Track) પર થયેલો બ્લાસ્ટ આતંકી હુમલો હતો. આ હુમલા બાદ પાટા તૂટી ગયા હતા અને આ તૂટેલા પાટા પરથી ટ્રેન નીકળી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પાટા પરથી અમદાવાદ-ઉદયપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 રોજ નીકળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 14 દિવસ પહેલા જ આ રેલવે લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. પોલીસ અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ડર પેદા કરવાનો હતો.

ટ્રેક પર વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈ ગામ લોકો ચોંકી ગયાં :

આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિલોમીટર દૂર સલંબુર રોડ પર બનેલા ઓઢા રેલવે પુલની છે. આ ઘટનાની FIR મુજબ શનિવારે સાંજે સવા સાત વાગ્યે ઓઢા ગામના લોકોએ એક જોરદાર બ્લાસ્ટ સાંભળ્યો. રાત્રે થયેલા બ્લાસ્ટથી ગામ લોકો પણ અચરજમાં પડી ગયા. આ બાદ જ્યારે લોકોનું એક ટોળું ત્યાં પહોંચ્યું તો રેલવેના પાટા તૂટેલા, વિસ્ફોટક અને સ્ટીલના ટૂકડા જોઈને દંગ રહી ગયા.

લોકોમાં ડર પેદા કરવા બ્લાસ્ટ કર્યાનો પોલીસનું અનુમાન :

રાજસ્થાન પોલીસે FIRમાં બોમ્બ વિસ્ફોટ શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું કે બ્લાસ્ટનો ઉદ્દેશ્ય લોકોમાં ડર પેદા કરવાનો હતો અને દેશની સુરક્ષાને ખતરામાં મૂકવાનો હતો. આ મામલે રાજસ્થાન પોલીસે UAPA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને IPCની કલમ 150, 151 અને 285 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-