ગોપાલ ઈટાલિયા સામે અપશબ્દ બોલવા, હવાઈ ફાયરિંગ સહિત કુલ 17 કેસ, સંપત્તિને લઈને પણ થયો ખુલાસો

Share this story

A total of 17 cases against Gopal Italia

  • AAP ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂરતનાં કતારગામ માટે સીટ ફાળવી દેવામાં આવી છે. એક દિવસ પછી તેમનો એફિડેવિટ સામે આવ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે તે તેમની પાસે સંપત્તિનાં નામે માત્ર 5 લાખ રૂપિયા છે. તો બીજી તરફ હરિદ્વારમાં તેમના પર નરેન્દ્ર મોદીની માતા પર આપત્તિજનક ટિપ્પણી કરવા સામે કેસ નોંધાયો છે.

ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) વિરુદ્ધ હરિદ્વાર કોર્ટમાં (Haridwar Court) કેસ દાખલ થયો છે. તેમના પર પીએમ મોદીની માતાને અપશબ્દો બોલવાનો આરોપ લાગ્યો છે. ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) એક વીડિયો બતાવીને પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસને નાટક પણ કહ્યું હતું. ત્યારબાદ તમને રાષ્ટ્રિય મહિલા આયોગે (National Commission for Women) નોટિસ મોકલી હતી. દિલ્હીમાં આયોગની ઓફિસમાં હાજર થયાં બાદ પોલિસે તેમની ધરપકડ કરી હતી.

આશરે 17 કેસો નોંધાયા :

આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રમુખ ગોપાલ ઇટાલિયા આ વખતે સૂરતનાં કતારગામથી વિધાનસભા માટેની ચૂંટણી લડશે. આપનાં ઉમેદવારનો એફિડેવિટ શનિવારે સામે આવ્યો હતો. તેમણે ચૂંટણી આયોગને માહિતી આપી છે કે તેમની પાસે પ્રોપર્ટીનાં નામે માત્ર 5 લાખ રૂપિયા છે તો બીજી તરફ તેમના વિરૂદ્ધમાં અપશબ્દો બોલવા, હવામાં ફાઇરિંગ કરવા જેવા આશરે 17 કેસો નોંધાયા છે. ઈટાલિયાને ચૂંટણી માટે પોતાનું નામ શુક્રવારે જ નોંધાવ્યું છે.

પાટીદાર સમૂહથી આવે છે ગોપાલ ઈટાલિયા :

આમ આદમી પાર્ટી ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ગુજરાતનાં પ્રભાવશાળી પાટીદાર સમુદાયથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ 2015માં પાટીદાર આરક્ષણની માંગને લઇને આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તેઓ સરકારી સેવામાં લિપિક હતાં અને 2017માં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેકવાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ તેમની નોકરી હાથમાંથી નિકળી ગઇ.

આ પણ વાંચો :-