ATMમાંથી 2000ની નોટો થઈ રહી છે ગાયબ ! જાણો કેમ, RBI રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

Share this story

2000 notes are disappearing from the ATM

  • છેલ્લા કેટલાક સમયથી બજારમાં 2000 રૂપિયાની નોટો ભાગ્યે જ જોવા મળે છે. તેની પાછળ એક મોટું કારણ છે.

છેલ્લી વખત ક્યારે તમારા હાથમાં 2000 રૂપિયાની ગુલાબી નોટ આવી હતી ? મન પર થોડો જોર લગાવો કે બે હજાર રૂપિયાની (Two thousand rupees) નોટ કાઢી લેવા માટે તમે છેલ્લી વાર ક્યારે અહીં-તહીં ફરતા હતા. તે લાંબો સમય થઈ શકે છે. કારણ કે આ દિવસોમાં આપણા ચલણની સૌથી મોટી નોટનું સર્ક્યુલેશન (Circulation) ઘટી ગયું છે.

રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું ચલણ ઘટી ગયું છે.

શું નોટો બંધ થઈ ગઈ છે ?

31 માર્ચ 2017ના રોજ ચલણમાં રહેલી નોટોના કુલ મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 50.2 ટકા હતો. તે જ સમયે, 31 માર્ચ, 2022 ના રોજ ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 13.8 ટકા હતો. જો કે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી. પરંતુ તે છાપવામાં આવી રહી નથી.

ક્યારથી નથી છપાઈ નોટો ?

દેશમાં 2000 ની નોટો વધાર ચલણમાં વર્ષ 2017-18 દરમ્યાન રહી હતી. એ સમય દરમ્યાન બજારમાં 2000 નાં 33630 લાખ નોટો ચલણમાં હતી. જેનું કુલ મુલ્ય 6.72 લાખ કરોડ હતું. 2021 માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એવી જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 ની એક પણ નોટ છપાઈ નથી. સરકાર દ્વારા RBI સાથે વાતચીત કર્યા બાદ પણ નોટોને છાપવાને લઈને નિર્ણય કરીએ છીએ. એપ્રિલ 2019 પછી કેન્દ્રીય બેંકે 2000 ની એકપણ નોટ છાપી નથી.

2000 રૂપિયાની નોટો ન છાપવાના કારણે હવે તે લોકોના હાથમાં ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે એટીએમમાંથી પણ આ નોટો ભાગ્યે જ બહાર આવી રહી છે. આગામી સમયમાં રિઝર્વ બેંક તેને છાપવાનું શરૂ કરશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો :-