સુરત પોલિસ દ્વારા ચૂંટણી પહેલા ૫૩ને પાસામાં ધકેલાયા

Share this story

સુરતની લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે. જેથી આગામી ૭મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ૨૦ હજાર સામે અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાંથઈ ૫૩ને પાસા કરાયા છે. આ સાથે ૩૩ પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે.

સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સુરત વિષે શું કહ્યું ? - Anupam Singh Gehlot Taking Charge As The New Police Commissioner Of Surat - Surat News - Abtak Mediaપોલીસ કમિશનરે કહ્યું કે, ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૧૨,૭૧૯ વાહનોનું ચેકીંગ કરાયું છે. ૫૧૦ શંકાસ્પદ સ્થળોનું ચેકીંગ કરાયું છે. ૪૧૧ હિસ્ટ્રીશીટર વાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે ૭૬૯ MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. ૧૭૪ કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યાં છે. ૧૯૪ સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે. તો ૨૭૭ ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. ૧૭૪ તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે ૩૧૦ મોટર વ્હિકલ એકટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ ૮૩ કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે ૪૬ કેસ કરવામાં આવ્યા છે.

પીસીબી પીઆઇ આર.એસ . સુવેરા ટીમ દ્વારા રાત દિવસના ઉજાગરા કરી જાતીય સતામણી, ઘરફોડ ચોરી, ગુંડાગીરી કરનાર સામે જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બદલ તમામને અભિનદન આપી યે તો ર્સિફ ઝાંખી હૈ, મૈન પિકચર અભી બાકી હૈ, તેમ જણાવી આવા માથાભારે, રીઢા ગુનેગાર, બુટલેગર, વ્યાજખોર, લુખ્ખા વિગેરે સામે આ કાર્યવાહી અવિરત રાખવા સતત સક્રિય રહેવા પણ સૂચન કરેલ છે, મતલબ પાસા, તડીપાર પગલાં હવે અવિરત રહશે તેવું પોલીસ તંત્ર વ્યાપક રીતે માનવા લાગ્યું છે.

આ પણ વાંચો :-