અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનની આગેવાનીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ એથોરિટી અને સિંગાપુરની જીઆઈસીએ ગત સપ્તાહના અંતે હલ્દીરામ સ્નેક્સ ફૂડમાં કંટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવા માટે બિન-બંધનકર્તા બિડ સુપરત કરી હતી. વિશ્વની પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કંપની બ્લેક્સ્ટોન એડીઆઈએ અને જીઆઈસીએ સાથે મળી રૂ.૬૬,૪૦૦ કરોડથી રૂ.૭૦,૫૦૦ કરોડમાં હલ્દીરામનો ૭૪ ટકાથી ૭૬ ટકા હિસ્સો ખરીદવા આતુર છે. નોંધનીય છે કે, એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ છે.
અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને જી.આઇ.સી ઓફ સિંગાપોર બંને બ્લેકસ્ટોનના વૈશ્વિક ભંડોળના મર્યાદિત ભાગીદારો અથવા પ્રાયોજકો છે. જો સોદો થાય છે, તો તે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી ઇક્વિટી એક્વિઝિશન હશે. ગયા વર્ષે મે મહિનામાં, ડાબર ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ચુટાનીને હલ્દીરામના સીઈઓ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા, જે પ્રથમ વખત કોઈ વ્યાવસાયિકને સુકાન સોંપવામાં આવ્યું હતું. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરાયેલી યોજનાના ભાગરૂપે નાગપુર અને દિલ્હી જૂથો વચ્ચે હજુ પણ ચાલી રહેલા સફળ વિલીનીકરણ પર કોઈપણ વ્યવહાર શરતી છે. આગામી ત્રણ-ચાર મહિનામાં તે પૂર્ણ થવાની ધારણા છે.
૮૭ વર્ષ જૂની હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ દેશની સૌથી જૂની સ્નેક્સ કંપની છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર બ્લેકસ્ટોને અન્ય બે કંપનીઓના કન્સોર્ટિયમ સાથે મળીને હલ્દીરામના ૭૬ ટકા બિઝનેસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ માટે 8 થી ૮.૫ અબજ ડોલરની બોલી લગાવવામાં આવી છે. જો આ ડીલ પૂર્ણ થશે તો તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી ડીલ હશે.
હલ્દીરામ ભારતમાં સૌથી મોટી સ્નેક્સ અને વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ છે. આ બ્રાન્ડ ૫૦૦ પ્રકારના પેકેજ્ડ ફૂડ ઉત્પાદનોનું નિર્માણ અને વિતરણ કરે છે. હલ્દીરામ દ્વારા નમકીન, ભુજિયા, મીઠાઈઓ, ખાવા માટે તૈયાર ભોજન, બિસ્કિટ, નોન કાર્બોરેટેડ પીણાં, પાસ્તાનું ઉત્પાદન કરવામાં આવે છે. હલ્દીરામ દ્વારા ફૂડ પ્રોડક્ટની ૧૦૦ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો :-