ભારતના નાગરિક હોવા છતાં ગુજરાતની ચૂંટણીમાં વોટ નહીં આપી શકે આટલા મતદારો, જાણો કેમ ?

Share this story

Despite being citizens of India

  • ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

ગુજરાતની ચૂંટણીનું મેદાન તૈયાર થઈ ગયો છે. રાજકીય પક્ષો (Political parties) પણ તૈયારીમાં લાગેલા છે. ત્યારે ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન (Voting) કરવા અપીલ કરી રહ્યું છે. આ બધામાં કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે. પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આંકડા મુજબ આવા એક-બે નહીં પરંતુ 17 હજાર લોકો છે.

આ લોકો એવા કેદીઓ છે જેઓ કોઈ ગુનામાં સજા કાપી રહ્યા છે અથવા કોઈ અપરાધિક કેસમાં (Criminal case) વિચારણા હેઠળ છે. જેલના નિયમો અનુસાર તે ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈ શકે નહીં. હવે આચારસંહિતા (Code of Conduct) લાગુ થઈ ગઈ હોવાથી તેમને પેરોલ (Parole) પણ આપી શકાય તેમ નથી.

જેલમાંથી ચૂંટણી લડી શકાય પણ વોટ આપી શકતો નથી :

જો જેલમાં કોઈ કેદીના કેસ પર વિચારણા થઈ રહી હોય તો તે ચૂંટણી લડી શકે છે. પરંતુ મતદાન કરી શકે નહીં. બંધારણમાં 1951ની કલમ 62(5) મુજબ ન્યાયિક આદેશ દ્વારા અથવા જેલમાં વ્યક્તિને મતદાન કરવાની તક આપી શકાતી નથી. કોર્ટના આદેશ પર હેઠળ અટકાયતમાં રહેલા કેદીઓને જ તક મળી શકે છે.

જો કોઈ કેદી તેના મતાધિકારનો ઉપયોગ કરવા માંગે છે. તો તેણે પેરોલ લેવી પડશે પરંતુ તે પણ મતદાનના નામે નથી મેળવી શકાતા. જો કોઈ ગંભીર બાબત હોય અથવા તેના માટે કોઈ મોટી જરૂરિયાત હોય તો જ કોર્ટ મંજૂરી આપે છે. જો કે આચારસંહિતા લાગુ થયા બાદ આ તક પણ હાથમાંથી નીકળી જાય છે.

આટલા કેદીઓ છે બંધ  :

આંકડાની વાત કરીએ તો ગુજરાતની 32 જેલોમાં 17 હજારથી વધુ કેદીઓ બંધ છે. જેમાં પુરૂષ કેદીઓની સંખ્યા વધુ છે. આંકડાની વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં 3400, રાજકોટમાં 1500, સુરતમાં 2800, જામનગરમાં 600 કેદીઓ બંધ છે.

ઉપરાંત સાબરમતી જેલમાં 3400 કેદીઓ છે. આમાંથી કેટલા પેરોલ પર બહાર છે તેનો ચોક્કસ આંકડો કોર્ટ પાસે નથી. પરંતુ સંખ્યા ઘણી ઓછી છે. મતલબ કે આ કેદીઓને પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મતદાન કરવાની તક નહીં મળે.

આ પણ વાંચો :-