રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવાર છે કરોડપતિ, સૌથી ધનિક રમેશ ટીલાળા, જાણો કોની કેટલી છે સંપત્તિ

Share this story

All four BJP candidates in Rajkot are millionaires, the richest is Ramesh Tilal

  • રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા. રમેશ ટીલાળાએ સોગંદનામામાં દર્શાવી કરોડો રૂપિયાની સંપત્તિ. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત.

રાજકોટમાં (Rajkot) ભાજપના ચારેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં (Victory Muhurta) ફોર્મ ભર્યા હતા. આ માટે રાજકોટના બહુમાળી ભવનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. તેમજ ફોર્મ ભરવા જતા પહેલા ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન કરાયુ હતું. ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયુ હતું.

તેના બાદ ચારેય ઉમેદવારો ઉદય કાનગડ (Uday Kangarh) પૂર્વથી, ડૉ. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમથી, રમેશ ટીલાળાએ (Ramesh Tilala) દક્ષિણથી અને ભાનુ બાબરીયા ગ્રામ્યથી ફોર્મ ભર્યુ હતું. તમામે 12.39 ના શુભ મુહૂર્તે ફોર્મ ભર્યુ હતું. ત્યારે રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે. રમેશ ટીલાળાએ સોગંદનામામાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.

રાજકોટ ચારે વિધાનસભાના ઉમેદવારો કરોડપતિ :

1. રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાંનગડ સોગદનામા પોતાની સંપત્તિ દર્શાવી. સ્થાવર-જંગમ મિલકત મળીને કુલ 9 કરોડ,66 લાખની સંપત્તિ દર્શાવી. ઉદય કાનગડ પર ચાર ફોજદારી કેસ થયેલા છે.

2. રાજકોટ પશ્ચિમના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે પણ લાખોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મળીને 94 લાખ 82 હજારની સંપત્તિ દર્શાવી.

3. રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પતિ અને પોતાના નામે કરોડોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 10 કરોડ 78 લાખની સંપત્તિ બતાવી.

4. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ પણ કરોડો રૂપિયાની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત બતાવી.

રમેશ ટીલાળા સૌથી વધુ કરોડપતિ  :

રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. આ સાથે જ તેઓ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર છે. રમેશ ટીલાળાએ ઉમેદવારી ફોર્મમાં સ્થાવર અને જંગમ મિલકત મળીને કુલ 26 કરોડ 80 લાખની મિલકત દર્શાવી છે. રમેશ ટીલાળા રાજકોટની ચારેય વિધાનસભા બેઠકના સૌથી કરોડપતિમાંના એક છે.

આ પણ વાંચો :-