જેલમાંથી છૂટી ગયા રાજીવ ગાંધીના હત્યારા, સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું…

Share this story

Rajiv Gandhi’s killer released from jail

  • સુપ્રિમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે (Supreme Court) રાજીવ ગાંધીના (Rajiv Gandhi) હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યપાલે કોઈ નિર્ણય નથી લીધો જેથી અમે નિર્ણય લઈ રહ્યા છીએ. અદાલતે જણાવ્યું હતું કે આ કિસ્સામાં દોષિત જાહેર કરાયેલ પેરારિવલનને (Pararivalan) છોડી મુકવાનો આદેશ બાકીના દોષિતો પર પણ લાગુ પડશે. પરંતુ એ પહેલા સુપ્રિમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં પેરારિવલનનો છોડવાનો આદેશ કર્યો છે.

આ ગુનેગારોને છોડી મુકાશે :

રાજીવ ગાંધી હત્યા કાંડમાં નલિની, નવિચંદ્રન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પોયસને છોડી મુકવાના આદેશ આપવામાં આવ્યો છે અને પેરારિવલન પહેલેથી જ આ કેસમાં છોડી મુકવામાં આવ્યા છે.

31 વર્ષ પહેલા થઈ હતી રાજીવ ગાંધીની હત્યા :

21 મે 1991ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેને એક મહિલાએ માળા પહેરાવી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ નાસી છૂટ્યા હતા.

જ્યારે બાકીના 26 પકડાયા હતા. તેમાં શ્રીલંકાના અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

19 દોષિતોને પહેલા જ છોડી મુકવામાં આવ્યા છે :

આ નિર્ણય ટાડા કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. એટલે તો આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ સુપ્રિમ કોર્ટને ત્રણ જજની બેંચ દ્વારા આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે 26 થી 19 દોષીઓને છોડી દીધા હતા. માત્ર 7 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. ત્યારપછી તે સજાને બદલીને ઉંમર કેદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-