These symptoms of dengue and corona
- હાલ કોરોનાના ખતરાની સાથે ડેન્ગ્યુનો હાહાકાર પણ છે. કોવિડ અને ડેન્ગ્યુના મોટાભાગના લક્ષણ એક જેવા પણ છે જેના કારણે બીમારીને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે.
આ સમયે કોરોના વાયરસ, ડેન્ગ્યુ (Dengue) અને વાયુ પ્રદુષણે એકસાથે આપણા બધાના સ્વાસ્થ્ય (Health) માટે ઘાતક સ્થિતિ સર્જી છે. ખાસ કરીને દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી છે અને નવેમ્બરમાં ડેન્ગ્યુના 295 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને કોવિડના ઘણા લક્ષણો સમાન છે. જેમ કે તાવ, શરદી, માથાનો દુખાવો (Headache) અને શરીરમાં દુખાવો. તો આ બન્ને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય ?
ડેન્ગ્યુના ચેતાવણીના સંકેત :
- અમેરિકાન સીડીસી અનુસાર, ડેન્ગ્યુના લક્ષણ :
- સતત ઉલ્ટી થવી
- મ્યુકોસલ બ્લીડિંગ
- શ્વાસ લેવામાં મુશ્કેલી
- થાક કે બેચેની
- લિવરનો આકાર વધવો
- શ્વાસ લેવામાં તકલીફ
- સતત છાતીમાં દુખાવો
- કન્ફ્યુઝન થવું
- જાગવામાં મુશ્કેલી
- હોઠ કે ચહેરાનું બ્લૂ પડવું
આ લિસ્ટ ઉપરાંત પણ કોવિડ-19ના ઘણા લક્ષણ હોય છે. કોરોના દરેક વ્યક્તિને અલગ પ્રકારે સંક્રમિત કરે છે.
કોવિડ અને ડેન્ગ્યુમાં સંક્રમણના લક્ષણ કેટલા દિવસમાં જોવા મળે છે ?
ડેન્ગ્યુથી સંક્રમિત થવા પછી 3થી 10 દિવસોમાં દર્દીને લક્ષણ જોવા મળી શકે છે. ત્યાં જ કોવિડના મામલામાં 14 દિવસ સુધી લાગે છે. સામાન્ય રીતે સંક્રમણના લપેટામાં આવ્યા બાદ લક્ષણ 4થી 5 દિવસમાં જોવા મળે છે.
કોવિડ-19નો તાવ ડેન્ગ્યુથી કઈ રીતે છે અલગ ?
આ બન્ને સંક્રમણોમાં તાવ અલગ પ્રકારનો આવે છે. કોવિડમાં સામાન્ય રીતે તાવ હલકો અથવા તેનાથી થોડો વધારે હોય છે. જેને ડોક્ટરની બનાવેલી દવાઓ, હેલ્ધી ડાયેટ અને હાઈડ્રેશનથી ઘર પર જ મેનેજ કરી શકાય છે. ત્યાં જ ડેન્ગ્યુના મામલામાં તાવ ખૂબ જ વધારે આવે છે. જેના માટે તરત મેડિકલ હેલ્પની જરૂર પડે છે. આ ઉપરાંત ડેન્ગ્યુમાં તાવ સતત રહે છે. જ્યારે કોવિડમાં આવતો જતો રહે છે.
આ પણ વાંચો :-