ગુજરાતની આ બેઠક પર જંગ બની રોચક : બે સગા ભાઈઓ સામસામે જયારે એક ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી

Share this story

A war has become interesting on this seat of

  • ભારતીય જનતા પાર્ટીએ અંકલેશ્વરથી પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. મતદારને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે 160 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

પાર્ટીએ અંકલેશ્વરથી (Ankleshwar) પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને (Former Minister Ishwar Singh Patel) ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે (Congress) ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને (વિજયસિંહ) મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે. આ ચૂંટણીમાં ભરૂચની (Bharuch) અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે જોવા મળશે મુકાબલો :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અંકલેશ્વર બેઠક પરથી ઈશ્વરસિંહ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલને પાંચમી વખત રિપીટ કરવામા આવ્યા છે.

ઈશ્વરસિંહ પટેલ ગુજરાત સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. તો કોંગ્રેસે પણ ઈશ્વરસિંહ પટેલના સગાભાઈ વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

છેલ્લી 4 ટર્મથી ઈશ્વર પટેલ ધારાસભ્ય :

ગત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી.

આ પણ વાંચો :-