Currency Note: Do you also have a 2000 rupee note
- 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.
2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી (Demonetization) બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવામાં આ નોટ સર્ક્યુલેશનમાં નહિવત છે. આરટીઆઈ મુજબ વર્ષ 2019-20, 2020-21, 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ પણ નવી નોટ છાપવામાં આવી નથી.
આરબીઆઈ બહાર પાડે છે નોટ :
રિઝર્વ બેંક તરફથી હાલ બજારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી છે. પીએમ મોદીએ 8 નવેમ્બેર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. ત્યરાબાદ 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.
નવી નોટો બહાર પાડવાનો હેતુ એ હતો કે જલદી દેશભરમાં નવી નોટ ફેલાવવામાં આવે. પરંતુ હવે હાલના સમયમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે. આરબીઆઈ તરફથી મળેલી જાણકારી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં સર્ક્યુલેશનમાં 2000 રૂપિયાની નોટોની ભાગીદારી ફક્ત 13.8 ટકા રહી ગઈ છે.
આ પણ વાંચો :-