પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ છેડતીના આરોપ, SITની કરી દીધી રચના

Share this story

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનના જ એક કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જી સરકારે પણ આ મામલે તાત્કાલિક પગલાં લઈને તપાસ ટીમની રચના કરી છે. જણાવી દઈએ કે રાજ્યપાલે આરોપોને નકારી કાઢતા તેમણે એન્જિનિયર્ડ નેરેટિવ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કોઈ તેમને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે.

Allegation of molestation against West Bengal Governor Police formed a team to investigateકોલકાતા પોલીસના સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે, “એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં કેટલાક સાક્ષીઓ સાથે વાત કરીશું. ઉપલબ્ધ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે. કોલકાતામાં આવેલા રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલાએ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યપાલના રાજભવનમાં કામ કરતી એક મહિલાએ કોલકાતાની પોલીસને લેખીતમાં ફરિયાદ આપી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મારું શારીરિક શોષણ કર્યું છે, પહેલુ શોષણ ૨૪મી માર્ચ અને બીજુ શોષણ ૨ મેના રોજ થયું હતું. મને રાજ્યપાલે કાયમી સરકારી નોકરીનું કહીને તેમની ચેમ્બરમાં બોલાવી હતી. આ આરોપોને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આ આરોપો સામે આવ્યા બાદ રાજ્યપાલ બંગાળ છોડીને પોતાના વતન કેરળ જતા રહ્યા હતા. સાથે જ તેમણે એક નિવેદન પણ જાહેર કર્યું હતું.

બિનભાજપ શાસિત પશ્ચિમ બંગાળમાં અગાઉ રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદના અનેક મામલા સામે આવ્યા હતા. જોકે પહેલી વખત રાજ્યપાલ સામે એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજ્યપાલે આ તમામ આરોપોને જુઠા અને રાજકીય કાવતરુ ગણાવ્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે હજુ મારે આવા ઘણા આરોપોનો સામનો કરવાનો છે.

આ પણ વાંચો :-