નેપાળ ૧૦૦ રૂપિયાની નવી નોટ છાપશે નેપાળ, જાણો આ છે વિવાદ ?

Share this story

પાડોશી દેશ નેપાળે શુક્રવારે નકશા સાથે રૂ. ૧૦૦ની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી જેનાથી વિવાદ ઉભો થવાની સંભાવના છે. હકીકતમાં નેપાળ સરકારે ૧૦૦ રૂપિયાની નવી નોટ છાપવાની મંજૂરી આપી છે જેમાં નકશામાં વિવાદિત સ્થળો લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવશે.

સંદેશાવ્યવહાર મંત્રી રેખા શર્માએ કહ્યું, “૨૫ એપ્રિલ અને ૨ મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે ૧૦૦ રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી.

નેપાળના પૂર્વ પ્રમુખ વિદ્યા દેવી ભંડારીએ કહ્યું હતું કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના અભિન્ન અંગ છે અને આ અંગે ભારત સાથે જે પણ વિવાદ છે તેનો રાજદ્વારી રીતે ઉકેલ લાવવો જોઈએ. કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પણ નેપાળમાં ચૂંટણીના મુદ્દા રહ્યા છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું, કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે, તો તેઓ વાટાઘાટો દ્વારા કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારોને ‘પાછા’ લઈ લેશે

નેપાળની સંસદમાં આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં ૨૫૮ મત પડ્યા હતા. કોઈપણ સભ્યએ આ બિલની વિરૂદ્ધમાં મતદાન કર્યું નથી. બિલ પસાર કરવા માટે ૨૭૫ સભ્યોના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. નેપાળી કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ નવા વિવાદાસ્પદ નકશાને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો :-