પ્રથમ વખત T૨૦ વર્લ્ડકપ માટે અમેરિકાની નવી ટીમ તૈયાર

Share this story

ક્રિકેટ ચાહકો ICC મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે T૨૦ વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ૧ જૂનથી ૨૯ જૂન સુધી રમાશે. અમેરિકાએ પણ ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો.

Imageઆઈસીસી T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમની કેપ્ટનશિપની જવાબદારી ગુજરાતી મૂળના મોનાંક પટેલની સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં ૨૦૧૦માં રમાયેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા સૌરભ નેત્રાવલકરને પણ સ્થાન મળ્યું છે. અમેરિકાની વર્લ્ડ કપની ટીમમાં ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર ​​હરમીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં જન્મેલા ૩૧ વર્ષના આ ખેલાડીએ ૨૦૧૨ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ૨૦૧૩માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટમાં ભાગ લીધો હતો. ભારત માટે અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે ૨૦૧૦માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.

મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુશ કેનઝિગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શલ્કવિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર.

આ પણ વાંચો :-