ભાજપે યુવા ચહેરો ડો.પાયલને મેદાને ઉતાર્યા, રશિયાથી ડિગ્રી લઈને આવેલ ડોક્ટર પાર્ટીના સૌથી નાની વયના ઉમેદવાર

Share this story

The BJP fielded a young face Dr. Payal

  • બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે 30 વર્ષીય યુવા ડોક્ટરને ટિકિટ આપી, જાણો કેમ

અમદાવાદની (Ahmedabad) નરોડા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થવાણીની (MLA Balram Thwani) ટિકિટ કાપવામાં આવી છે, તેમના સ્થાને પાયલ કુકરાણીને (Payal Kukrani) ટિકિટ મળી છે. દિગ્ગજ નેતા બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા. ડો.પાયલ કુકરાણી માત્ર 30 વર્ષના છે. સિંધી સમાજમાંથી (Sindhi society) આવતા પાયલ કુકરાણી આખરે કેવી રીતે ભાજપમાંથી ટિકિટ મેળવવા સફળ રહ્યાં.

સૌથી નાની ઉંમરના ભાજપના ઉમેદવાર :

ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમણે રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધેલી છે. જોકે, ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જો કે તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે. ડો.પાયલના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જો કે તેમના પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.

જો કે પાયલ કુકરાણીની જાહેરાત થતા બાદ નરોડા બેઠક પર નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોતાન ટિકિટ મળતા ડો.પાયલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતા પિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.

પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે  :

ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં 14 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 9 મહિલા ઉમેદવારો એવી છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ કુકરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલા પહેલીવાર ચૂંટણી લડવાના છે.

આ પણ વાંચો :-