25 પૈસામાં 1 કિમી ચાલશે નવું જોરદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત પણ છે આપના બજેટની આસપાસ

Share this story

25 paise new powerful electric scooter

  • ઈલેક્ટ્રીક વાહન કંપની Ola Electric એ એક નવું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર કંપનીના ફ્લેગશીપ પ્રોડક્ટ Ola S1થી પણ સસ્તું છે. આ ઈલેક્ટ્રીક વાહન માત્ર 25 પૈસાનાં ખર્ચે એક કિલોમીટર જેટલું અંતર કાપી શકશે.

દિવાળીનાં શુભ અવસર પર ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની (Electric Vehicle Company) ઓલા ઇલેક્ટ્રીકએ પોતાનું નવું ઇલેક્ટ્રીક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. કંપનીના પ્રમુખ ભાવેશ અગ્રવાલએ આ સ્કૂટરની ડિટેલ્સ શેર કરતાં કહ્યું કે આ સ્કૂટર આશરે 25 પૈસા પ્રતિ કિલોમીટરનાં ખર્ચ પર ચાલી શકે છે.

Ola S1 Airની કિંમત  :

Ola S1થી ઘણી ઓછી કિંમત  Ola S1 Airની છે. Ola S1 Airને કંપનીએ 84,999 રૂપિયામાં લોન્ચ કરેલ છે. તો દિવાળીના તહેવાર પર કંપનીએ 24 ઓક્ટોબર સુધી એક ઓફર પણ જાહેર કરી છે. હાલમાં ઓફરને લીધે  આ સ્કૂટર કંપની 79,999 રૂપિયામાં વેંચી રહી છે. જેને 999 રૂપિયામાં રિઝર્વ કરાવી શકાશે.

100 કિ.મીથી વધુની રેન્જ :

કંપનીએ દાવો કર્યો છે તે Ola S1 Air સિંગલ ચાર્જમાં ઇકો મોડમાં 101 કિલોમીટરથી વધુ ટ્રાવેલ કરી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ પણ 90 કિ.મી પ્રતિ કલાક છે. આ સિવાય તે 0-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપ આશરે 4.3 સેકેન્ડમાં પકડી શકે છે. સ્કૂટરનું વજન આશરે 99 કિલોગ્રામ છે અને કંપનીએ તેમાં 4.5kWની ઈલેક્ટ્રિક મોટર પણ આપી છે. જેમાં 2.5 kWhનું બેટરી પેક પણ આપવામાં આવ્યું છે અને 3 રાઇડ મોડ પણ ઉપલબ્ધ છે.

4.5 કલાકનો ચાર્જ ટાઈમ, 5 રંગમાં ઉપલબ્ધ :

Ola S1 Airને ફુલ ચાર્જ કરવામાં 4.5 કલાલ લાગશે. જેમાં 3 રાઈડ મોડ આપવામાં આવ્યાં છે. એક ઇકો, નોર્મલ અને સ્પોર્ટસ્. કંપનીએ આ સ્કૂટર 5 અલગ-અલગ કલરમાં રજૂ કર્યાં છે. નિયો મિંટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સીલેન વાઇટ, અને લિક્વિડ સિલ્વર છે.

34 લિટરનાં સ્ટોરેજ સાથે અઢળક ફિચર્સ :

Ola S1 Airમાં કંપનીએ 34 લિટરનું અંડર સીટ સ્ટોરેજ આપ્યું છે. આ સાથે જ સ્કૂટરની સ્ક્રીન અને સાઉન્ડને તમે તમારા મૂડને હિસાબે બદલી પણ શકશો. આ સ્પીકર 10Wનો છે જે તમને ક્યાંય પણ પાર્ટી કરવાની આઝાદી આપે છે.

આવતાં વર્ષે થશે ડિલીવરી :

Ola S1 Airની પરચેઝ વિન્ડો ફેબ્રુઆરી 2023થી ખુલશે. તેની ડેલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે.

આ પણ વાંચો :-