તિહાડ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સંજય સિંહે કહ્યું- કેજરીવાલનો જીવ જોખમમાં

Share this story

તિહાર જેલમાં દબદબો જાળવી રાખવા માટે કેદીઓના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. આ પછી વિવાદ એટલો વધી ગયો કે બંને જૂથોએ એકબીજા પર સોય વડે હુમલો કરવા લાગ્યા હતા. જેને પગલે હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મોટો મુદ્દો બનાવી દીધો છે, તેમની નજરમાં અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં બંધ છે અને જો ત્યાં સ્થિતિ આવી જ રહી તો તેમના જીવ પર મોટો ખતરો છે.

Why Sanjay Singh's release is a big boost for AAP ahead of Lok Sabha polls - India Todayતિહારમાં કેદીઓ વચ્ચેની લડાઈ બાદ આમ આદમી પાર્ટીનું નિવેદન પણ આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આપના સાંસદ સંજય સિંહે કહ્યું કે, તિહાડ જેલમાં ઘણી હત્યાઓ થઈ છે, જ્યારે હું કહું છું કે, કેજરીવાલના જીવને ખતરો છે, કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે, કેજરીવાલના જીવન સાથે રમત રમાઈ રહી છે, પણ મારા પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ તમે જ વિચારો, જો જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે આવું કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે. વિપક્ષવાળા એક ખતરનાક ષડયંત્ર રચી રહ્યા છે.

તિહાર જેલમાં બે જૂથ વચ્ચે જેલમાં અથડામણ થયાની સાથે જ અન્ય કેદીઓએ એલાર્મ વગાડ્યું હતું ત્યાર બાદ જેલના વોર્ડર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ કેદીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલ કેદીઓની ઓળખ દુર્ગેશ, દીપક, ધીરજ અને દિનેશ તરીકે થઈ છે. આ ઘટના બાદ હરિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને મોટો મુદ્દો બનાવ્યો હોય. જ્યારથી કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી AAP સતત કહેતી આવી છે કે તેમના જીવને જોખમ છે, તેમને સમયસર દવાઓ આપવામાં આવી નથી. દિલ્હીના સીએમની તબિયત લથડી છે. પરંતુ આ બધા પર જેલ પ્રશાસને બે શબ્દોમાં કહી દીધું કે, સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલે વધુ મીઠાઈઓ અને કેરીઓ ખાઈને તેમનું શુગર લેવલ વધારવાનો પ્રયાસ કર્યો છે. જેના આધાર પર મેડિકલી જામીન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-