પટનાની પ્રખ્યાત હોટલમાં ભીષણ આગ લાગતાં ૬ લોકોના મોત, ૧૫ લોકો ઘાયલ

Share this story

પટના જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. ૫૧ ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો. હોટલ અને નજીકની ઇમારતમાંથી ૪૫ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમના મોત થયા છે, તેમની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૬ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર છે.

ઘટના સ્થળ પર એકસાથે ૨૦ જેટલી અગ્નિશામક દળની ગાડીઓ આવી પહોંચી હતી. ગેસ સિલિન્ડરમાંથી લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. હોટેલિયર્સે અગ્નિશામકોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ આગ ને કાબૂ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ઘટના સ્થળ પરથી ૨૫થી ૩૦ લોકોને સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકો આગની ચપેટમાં પણ આવ્યા હતા. હાલમાં ૪ મહિલાઓની હાલત ગંભીર હોય તેવું ડૉક્ટરોએ કહ્યું છે. એક અહેવાલ અનુસાર કુલ ૧૮  દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ૬ નું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. તે ઉપરાંત કુલ ૧૨ દર્દીઓને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ વિભાગના ડીઆઈજી મૃત્યુંજય ચૌધરીએ કહ્યું કે, હોટલમાં આગ ગેસ સિલિન્ડરથી લાગી હતી. ચાઉમિંગ અને અન્ય ફાસ્ટ ફૂડ બનાવવા માટે બાટલો બદલવામાં આવ્યો હતો જે લીક થતો હતો ત્યારે તેમાં પહેલાથી સળગી રહેલા ગેસમાં પણ આગ લાગી હતી. તે પછી સ્ટાફે ત્રણ કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો તેમ છતાં પણ આગ ઓલવાઈ નહોતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકો જોરજોરથી અવાજ કરતા દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :-