બિહારનો યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાશે

Share this story

બિહારના પ્રખ્યાત અને સ્ટાર યુટ્યુબર મનીષ કશ્યપ જલ્દી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જેણે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તે ભાજપમાં જોડાઈ રહ્યો છે. તે ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે દિલ્હી ગયો છે, કોઈપણ પક્ષ તરફથી કોઈ ઑફર ન મળ્યા પછી, મનીષ કશ્યપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ ચંપારણમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યો હતો. સંજય જયસ્વાલને ટક્કર આપવા માટે કશ્યપ દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત હતા. એવી ચર્ચા છે કે મનીષ કશ્યપને મનાવવા માટે ભાજપે મનોજ તિવારીને મોકલ્યા હતા. દિલ્હીમાં મનીષ કશ્યપ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

ભાજપના ઉમેદવાર ડૉ. સંજય જયસ્વાલ પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસે મદન મોહન તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ બંને વચ્ચે એક મનીષ કશ્યપ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. તે લોકો સાથે જનસંપર્કમાં હતો. જેના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે ભાજપે તેને પાર્ટીમાં જોડાવા માટે દિલ્હી બોલાવ્યો છે, તે આજે ભાજપમાં જોડાશે.

યૂટ્યુબર મનીષ કશ્યપે ભાજપમાં સામેલ થવા પર મનોજ તિવારીએ કહ્યું કે મનીષ કશ્યપ જેવો વ્યક્તિ જે જનતાના સવાલ ઉઠાવે છે તે ભાજપ સાથે છે. હું મનીષને જાણું છું, તે ગરીબો માટે કામ કરે છે, તે પીએમ મોદી સાથે જોડાયો છે.  ભાજપમાં સામેલ થયા બાદ મનીષ કશ્યપે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :-