જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા તો આ બેઠક પર લડી શકે છે ચૂંટણી, અટકળો થઈ તેજ

Share this story

If Shankar Singh Vaghela joins the Congress

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘેલા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રસમાં જોડાયા બાદ શંકરસિંહ બાપુ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party) એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટથી પંચમહાલ (Panchmahal) જિલ્લાની શહેરા બેઠક પર ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે :

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શંકરસિંહ બાપુ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં વાપસી બાદ શંકરસિંહ શહેરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર ભાજપે જેઠાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી.

આ પણ વાંચો :-