HomeGujarat"આયારામ ગયારામ " માત્ર ૩૯ કલાકમાં જ કેસરીસિંહનો 'કેસરિયો' ! બે વાર...

“આયારામ ગયારામ ” માત્ર ૩૯ કલાકમાં જ કેસરીસિંહનો ‘કેસરિયો’ ! બે વાર પાર્ટી બદલશે 

Date:

Related stories

🌟 ગુરુવારનું રાશિફળ : ૧૨ રાશિઓના જાતકો માટે શું લઈને આવ્યો છે આજનો દિવસ?

​મેષ (Aries) : ગુરુવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શ્રાદ્ધ...

રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચતા જ પોલીસનું એક્શન, અનેક વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લેવાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળો આજે...

ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર આ દેશે કર્યો ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ સભ્યોને…

યુક્રેનના ડ્રોન હુમલામાં બ્લેક સીના કિનારા નજીક ભારતીય ક્રૂવાળા...

ચાર વર્ષ પહેલા જેની હત્યા થઈ હતી, તે જીવતો મળ્યો : અનેક લોકો જેલ જઈ ચૂક્યા છે

બિહારના સમસ્તીપુરમાં ચાર વર્ષ પહેલા મૃત જાહેર કરાયેલ રવિ...

RBI MPC: RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, તમારી EMI કેટલી વધશે?

RBI MPC બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. રેપો...
spot_img

“Ayaram Gayaram” Kesrisingh’s ‘rs

  • વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે.

ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટા ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ આ સમાચારો વચ્ચે કેસરીસિંહને (Kesarisingh) લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં (Aap Gujarat) જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Matar MLA Kesrisinh Solanki) ફરી ભાજપમાં જોડાશે. માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા॰ ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

39 કલાકમાં જ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેસરીસિંહની નારાજગી દૂર થતાં ફરી ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ કેસરીસિંહને ટિકિટ ન મળતા નારાજ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

ભાજપે 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ત્યારબાદ કેસરીસિંહ નારાજ થયા હતા અને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories