HomeNationalન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી, લોકો જીવ બચાવવા દોડ્યા

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી, લોકો જીવ બચાવવા દોડ્યા

Date:

Related stories

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગુરુવારે ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ગોળીબાર બાદ વિસ્તારમાં હાજર લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ગોળીઓના અવાજ બાદ લોકો ભયભીત થઈ ભાગતા દેખાઈ રહ્યા છે.

ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના જણાવ્યા અનુસાર, ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 3:40 વાગ્યે બની હતી. તે સમયે NBA ચેમ્પિયન ન્યૂયોર્ક નિક્સની જીતની ઉજવણી માટે હજારો લોકો ટાઈમ્સ સ્ક્વેર અને લોઅર મેનહેટન વિસ્તારમાં એકત્ર થયા હતા. સુરક્ષા માટે લગભગ 10 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિને ઘટના બાદ તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે તેની હાલત અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગોળીબાર શરૂ થતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પર્યટકો સહિત મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થળ શોધવા માટે ભાગવા લાગ્યા હતા. ફાયરિંગ પોલીસની ઉભેલી ગાડીથી થોડા જ અંતરે થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટના થોડા દિવસ પહેલા 16 જૂને થયેલી બીજી ફાયરિંગની ઘટનાની યાદ અપાવે છે. તે સમયે પણ ન્યૂયોર્ક નિક્સની NBA જીતની ઉજવણી દરમિયાન ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં ગોળીબાર થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો.

પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાએ અમેરિકામાં જાહેર સ્થળોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Subscribe

Latest stories