A lion is called a lion: Chotu Vasava said while
- વિધાનસભાની ચૂંટણી ટાણે ભરૂચની ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવાની સામે તેમના જ પુત્ર મેદાને આવ્યા છે. ત્યારે છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
રાજકારણ એવું ક્ષેત્ર છે. જ્યાં ભાઈ-ભાઈને વેરી બનાવે છે. પિતા-પુત્ર દુશ્મન બની જાય છે. ખુરશીના મોહમાં નેતાઓ સંબંધો ભૂલીને વિરોધીઓ બને છે તેવા એક નહિ, અનેક કિસ્સા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કાવાદાવા રચાઈ રહ્યાં છે. બીટીપીના સ્થાપકને (Founder of BTP) તેમના પુત્રએ બીટીપીમાંથી હકાલપર્ટી કરી છે.
બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાને (Chotu Vasava) પુત્ર મહેશ વસાવાએ (Mahesh Vasava) પાર્ટીમાંથી બહાર કર્યાં છે. ત્યારે પાર્ટીમાંથી હકાલપટ્ટી (Expulsion) બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. સાથે જ છોટુ વસાવાએ હુંકાર કરતા કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી.
પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાને બીટીપીમાંથી અલગ કર્યા છે. જેના બાદ છોટુ વસાવાએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના મોહમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા અને સગા ભાઈ દિલીપ વસાવાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.
મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવાને BTP માંથી બેદખલ કર્યા છે. જેને પગલે તેમના બીજા પુત્ર દિલીપ વસાવાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે. આમ, મહેશ વસાવા પિતા અને સગો ભાઈ સામે જ મેદાને પડ્યા છે. ટિકિટના ચક્કરમાં પિતા-પુત્ર અને ભાઈનો સંબંધ તૂટ્યો છે.
બીટીપીમાંથી પુત્રએ હકાલપટ્ટી બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. BTP સંસ્થાપક જ પક્ષ માટે પારકા થયા છે. આમ, જ્યારે પિતાએ અપક્ષ લડવાનુ મન બનાવી લીધુ છે ત્યારે હવે ઝઘડિયા બેઠક પર છોટુ વસાવા VS મહેશ વસાવાનો જંગ જોવા મળશે.
અપક્ષ લડવાની જાહેરાત બાદ છોટુ વસાવાએ કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી. સરકાર જેવું કશું જ છે નહિ, નહી તો મોરબી જેવા કાંડ થાય જ નહિ. આ પોલીસનું રાજ છે બાકી સરકાર, ભાજપ કે મોદીનું રાજ હોય એવું લાગતું નથી. પુત્ર મહેશ વસાવા અંગે પૂછતા છોટુ વસાવાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અલા ભાઈ તમે એને પૂછી લેજોને મને શું પૂછવાનું.
આ પણ વાંચો :-