Be careful, these jobs are in danger in
- જો તમે કે તમારા પરિવારજનો આ વ્યવસાયમાં હોવ તો સાવધાન થઈ જાઓ. સમય સાથે જો આ વ્યવસાયમાંથી બદલાવ ન કરાય તો તમારી નોકરી ખતરામાં પડી શકે છે.
જરા વિચાર કરો કે તમારી આસપાસ એવી અનેક વસ્તુઓ છે જે દિવસેને દિવસે ગાયબ થતી જઈ રહી છે. સમય બદલાતો જાય છે અને કેટલીક વસ્તુઓની માંગ ઓછી થતી જાય છે. સમયાંતરે તે વસ્તુઓ આપણી દુનિયામાંથી ગાયબ થતી જાય છે.
જરા યાદ કરો કે પહેલા તમે ફોન કરવા માટે STD/PCO બૂથ પર જતા હતા. હવે મોબાઈલ આવી ગયા. પહેલા આપણે કેબલ નેટવર્કથી (Cable network) ટીવી જોઈને મનપસંદની ચેનલ લગાવી લેતા હતા. પરંતુ હવે મોબાઈલમાં જ ફિલ્મો જોઈ લઈએ છીએ. પહેલા પગાર કે પેન્શન (Salary or Pension) લેવા માટે બેંકોમાં લાઈનો પડતી હતી તો હવે પહેલી તારીખે ખાતામાં જ રૂપિયા આવી જાય છે.
પરંતુ આ બદલાવને કારણે અનેક નોકરીઓ ખતરામાં આવી ગઈ છે. આ બદલાવને કારણે કેટલાક એવા કરિયર છે જે ભવિષ્યમાં નાબૂદ થઈ જશે અથવા ભવિષ્યમાં તેનો સ્કોપ સાવ ઓછો થઈ જશે. જો તમે કે તમારા પરિવારજનો આ વ્યવસાયમાં હોવ તો સાવધાન થઈ જાઓ. સમય સાથે જો આ વ્યવસાયમાંથી બદલાવ ન કરાય તો તમારી નોકરી ખતરામાં પડી શકે છે.
થોડા સમય પહેલા લોકો બસ, રેલવેમાં રિઝર્વેશન કરવા માટે એજન્ટનો સંપર્ક કરતા હતા અથવા તો જાતે લાઈનમાં ઉભા રહેતા હતા. પરંતું હવે તો બધુ જ ઓનલાઈન થઈ ગયુ છે. સમયની સાથે ટેકનોલોજી સારી બની રહી છે. જેથી આ સુવિધા હવે ઓનલાઈન મળવા લાગી છે. તેથી ભવિષ્યમાં ટ્રાવેલ એજન્ટનો સ્કોપ ઘટી શકે છે.
કેશિયર/એકાઉન્ટન્ટ/બેંકર :
ATM મશીન આવી જવાથી લોકોનું બેંકોમાં જવાનું લગભગ ઓછુ થઈ ગયું છે. બેંકના મોટાભાગના કામકાજ જેમ કે, મની ટ્રાન્ઝેક્શન, બેંક લોન, એફડી વગેરે કામગીરી ઓનલાઈન થઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન ટેકનોલોજીથી બેકિંગ સેક્ટર રિડિઝાઈન થઈ રહ્યાં છે. તેથી આ સેક્ટરના લોકોએ હવે વેલ્યૂ ચેનમાં નવી સ્કીલ્સ શીખીને આગળ આવવુ જોઈએ.
ટ્રાન્સલેટર અને ઈન્ટરપ્રેટર્સ :
એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે ભાષાકીય એક્સપર્ટની જરૂર પડતી હતી. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા કોઈ પણ ભાષાનો અર્થ મફતમાં જાણી શકે છે. એક ક્લિક પર અર્થ સમજી શકાય છે. ત્યારે બહુ ક્વોલિટીની જરૂર ન હોય તો આજે કોઈ પણ ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને પોતાનું કામ કરી શકે છે. તેમજ કેટલીક ભાષા શીખવડાતી વેબસાઈટ પણ ઉપલબ્ધ છે. તેથી આ ફિલ્ડના લોકોએ હવે બીજા ઓપ્શન તરફ ધ્યાન આપવુ જોઈએ.
ફિલ્મ થિયેટર વર્કર્સ :
ફિલ્મ થિયેટરનો વ્યવસાય તો પહેલાથી જ ખતરામાં છે. મોટાભાગના લોકો હવે ઘરે હોમ થિયેટર પર અથવા સ્માર્ટ ટીવી પર ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેથી તેની સાથે જોડાયેલા લોકોનો વ્યવસાય પણ ખતરામાં આવી શકે છે.
આ પણ વાંચો :-