Thursday, Mar 20, 2025

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે કોઈ દિવસ તકલીફ

2 Min Read

How many SIMs are activated in your

  • SIM Cardની મદદથી કૌભાંડીઓ ઘણા પ્રકારના ફ્રોડ કરે છે. કૌભાંડીઓ કોઈ બીજા વ્યક્તિના નામ પર સિમ લઇ લે છે. સ્વાભાવિક છે કે આ સિમને ફેક રીતે કાઢવામાં આવે છે. જેથી સામાન્ય માણસના મનમાં સવાલ આવે છે કે તેના નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં છે. તે અંગે જાણકારી મેળવી શકાય છે કે નહીં.

આ અંગે જાણકારી મેળવી શકાય છે. જેના માટે ખૂબ સરળ રીત છે. તમે એક સરકારી વેબસાઈટની મદદથી આવુ કરી શકો છો. આ કામ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની (Department of Telecommunication) એક વેબસાઈટની મદદ લેવી પડશે.

તમારે સૌથી પહેલા ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર અથવા TAFCOPની વેબસાઈટ પર જવુ પડશે. જેના માટે તમે તમારા ફોન અથવા પીસીમાં https://tafcop.dgtelecom.gov.in/ વેબસાઈટને ઓપન કરી શકો છો.

નંબરને બંધ કરાવવાની રિકવેસ્ટ અહીં નોંધાવી શકશો :

પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે. મોબાઈલ નંબર મુક્યા બાદ તમને એક ઓટીપી મળશે. જેની વેરિફાઈ કરી લો. પછી તમને તમારા નંબર પરથી લિન્ક બધા મોબાઈલ નંબરની જાણકારી અહીં દેખાશે.

જો તમને લાગે છે કે કોઈ નંબરને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો છે તો તમે તેને બંધ કરાવવાની રિક્વેસ્ટ અહીં નોંધાવી શકો છો. જેના માટે તમારે અનઓથોરાઈજ્ડ મોબાઈલ નંબરની સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.

સર્વિસ હાલ સિલેક્ટેડ રાજ્યોમાં જ છે  :

વેબસાઈટ મુજબ આ સર્વિસ અત્યારે સિલેક્ટેડ રાજ્યોમાં જ છે. પરંતુ અમે તેને યાદીમાં રહેલ રાજ્યો સિવાય બીજા રાજ્યો માટે પણ ટ્રાય કર્યુ. આ અમારા માટે કામ કરી રહ્યું હતુ. એટલેકે મોટાભાગના રાજ્યોમાં આ સર્વિસ ચાલુ છે.

આ પણ વાંચો :-

Share This Article