This Tata Group company can offer up to 21%
- વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે, ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.
શેરબજારમાં (Stock market) રોકાણ કરીને કોણ કમાણી કરવા નથી માંગતા. જો તમે પણ શેરોમાં રોકાણથી કમાણી કરવા માંગો છો. તો ટાટા ગ્રુપની (Tata Group) વ્યૂહાત્મક બિઝનેસ શાખા ઈન્ડિયન હોટેલ્સમાં (In Indian hotels) રોકાણ કરી શકો છો. ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોને બે રેટિંગ આપી છે અને તેની લક્ષ્ય કિંમત 380 રૂપિયા નક્કી કરી છે. તેનો અર્થ છે કે તમે થોડા જ દિવસોમાં ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં 21 ટકાની કમાણી કરતા જોઈ શકો છો.
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં તેજી આવે તેવી આશા :
વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે. ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.
આવકમાં 69 ટકાનો વધારો થયો છે :
ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરમાં ઈન્ડિયન હોટેલ્સે શાનદાર આવક વૃદ્ધિ નોંધાવી છે. ઈન્ડિયન હોટેલ્સનું માર્જિન અને નફાકારકતા બ્રોકરેજના અંદાજ કરતા ઓછી કરી છે. ICICI ડાયરેક્ટે કહ્યુ કે ઈન્ડિયન હોટેલ્સની આવકમાં 69 ટકાનો વધારો થયો છે.
વાર્ષિક આધાર પર સપ્ટેમ્બર ક્વાટરમાં ઈન્ડિયન હોટેલની આવક 1,232 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તે કોરોના આફત પહેલાની સરખામણીમાં 22 ટકા વધ્યો છે. આ રીતે ઈન્ડિયન હોટેલ્સના એબિટડા માર્જિનમાં 800 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.
ICICI ડાયરેક્ટે ખરીદારીની સલાહ આપી :
આ કોરોના આફત પહેલાથી 24 ટકાથી વધુ વધ્યો છે. ઈન્ડિયન હોટેલ્સના એબિડટા માર્જિનમાં ક્વાટરના આધાર પર સામાન્ય ઘટાડો થયો છે. બ્રોકરેડના અનુમાનથી નબળા પરિણામ હોવાને કારણે પણ ઈન્ડિયન હોટેલનું માર્જિન 10 વર્ષોમાં સારુ રહ્યુ છે. આ કારણે ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં ખરીદારીની સલાહ આપી છે.
આ પણ વાંચો :-