Saturday, Mar 22, 2025

Heart Attack Video : લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક, 40 વર્ષના શિક્ષકનું મોત

2 Min Read

Heart Attack Video: 40-year-old teacher

  •  રાજસ્થાનમાં 40 વર્ષના એક ટીચરને લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરવા સમયે અચાનક હાર્ટ એટેક આવી ગયો અને તે નીચે પડી ગયો. તેમને હાર્ટ એટેક આવ્યો તે સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનમાં (Rajasthan) પાલી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલ 40 વર્ષીય એક ટીચરનું હાર્ટ એટેકથી (A teacher’s heart attack) મોત થઈ ગયું છે. ડાન્સ કરતા-કરતા ટીચર અચાનક નીચે પડી ગયા અને પછી ઉઠી શક્યા નહીં. શરૂઆતમાં લોકો તેને ડાન્સનું (Dance) કોઈ સ્ટેપ સમજી રહ્યાં હતા.

પરંતુ ત્યારબાદ ખબર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટીચરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર ટીચરનો હાર્ટ એટેકથી થયેલા મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક :

પોલીસ પ્રમાણે ટીચર સલીમ પઠાણ પાલી જિલ્લાના રાણાવાસ ગામમાં બનેલી રામસિંહ ગુડા સરકારી સ્કૂલમાં કાર્યરત હતા. તે શુક્રવારે રાત્રે પોતાના પરિવારની સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આપ્યો અને નીચે પડી ગયા હતા. શરૂઆતમાં લોકો સમજી શક્યા નહીં કે શું થયું છે. ઘણા લોકોને લાગ્યું કે આ તેમના ડાન્સનો કોઈ સ્ટેપ છે.

પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો :

મૃતક સલીમ પઠાણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તે યુથ કોંગ્રેસના પૂર્વ બ્લોક અધ્યક્ષ હતા. તેમના આકસ્મિત નિધનથી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારના લોકો સમજી શકતા નથી કે જે વ્યક્તિ બે મિનિટ પહેલા ડાન્સ કરી રહ્યો હતો. તેને અચાનક હાર્ટ એટેક કેમ આવ્યો. તેમના પરિવાર માટે આ સમય મુશ્કેલ છે અને તેમના સાથી શિક્ષક તેમના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Share This Article