What to do if AADHAAR card is lost and AADHAAR
- આધાર કાર્ડ એ આજકાલ કોઇપણ કામ માટે સૌથી વધુ વાપરવામાં આવતું દસ્તાવેજ છે ત્યારે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા આધાર નંબર ભૂલી ગયા છો તો આટલું કરો.
આધાર કાર્ડ (Aadhar card) એ ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે દેશમાં સૌથી વધુ સ્વીકૃત ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડમાં એક અનન્ય 12-અંકનો રેન્ડમ કોડ હોય છે જેને આધાર નંબર અથવા UID પણ કહેવાય છે.
આ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો વ્યક્તિ પાસે આધાર કાર્ડની નકલ ન હોય તો પણ તે મોટાભાગના સ્થળોએ સ્વીકાર્ય છે. નંબરનું બીજું મુખ્ય પાસું એ છે કે તમે તેનો ઉપયોગ કરીને આધાર કાર્ડને જ ડાઉનલોડ કરી શકો છો.
જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો ?
પરંતુ જો તમને આધાર નંબર અથવા UID યાદ ન હોય તો શું ? તો હવે ચિંતા કરશો નહીં, ફોર્ગોટ કરવાની પણ એક રીત છે. તમારે ફક્ત એક નોંધાયેલ મોબાઇલ નંબરની જરૂર છે.
શું જરૂરી છે :
રજિસ્ટર્ડ નંબર અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર એસએમએસ સુવિધા સાથે સક્રિય હોવો જોઈએ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી
આધાર નંબર અથવા UID ફરી મેળવવાની ઓનલાઇન પદ્ધતિ :
- કોઈપણ બ્રાઉઝર પર https://resident.uidai.gov.in/ ખોલો
- MyAadhaar બટન પર ક્લિક કરો.
- નીચે સ્ક્રોલ કરો અને આધાર સેવા વિભાગ શોધો.
- હવે, ‘રીટ્રીવ, લોસ્ટ અથવા ભૂલી ગયેલા EID/UID’ પર ક્લિક કરો.
- હવે નામ અને રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
- પ્રાપ્ત થયેલ OTP અને Captcha દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી, તમે તમારા દ્વારા પસંદ કરેલ તમારા રજીસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેઈલ આઈડી પર તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી મળશે.
- આગલા પૃષ્ઠ પર, આધાર નંબર (UID) વિકલ્પ પસંદ કરો. નોંધ: જો તમે EID શોધવા માંગતા હોવ તો નોંધણી ID (EID) વિકલ્પ પસંદ કરો અને બાકીના પગલાં અનુસરો.
- હવે આધાર કાર્ડ, રજિસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેલ આઈડીમાં દર્શાવેલ તમારું પૂરું નામ દાખલ કરો. નોંધ કરો કે તમે તમારા ફોન નંબર અથવા ઈમેલ આઈડી પર એક OTP પ્રાપ્ત કરશો, તમે જે પણ વિકલ્પ પસંદ કરશો. તેથી ખાતરી કરો કે આ પ્રક્રિયા કરતી વખતે તમારી પાસે તેમની એક્સેસ હોવી જરૂરી છે.
આ પણ વાંચો :-