મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિજનોને નોકરી-રૂ.1 કરોડ આપે સરકાર : કોંગ્રેસે મૂકી કુલ ત્રણ માંગણીઓ

Share this story

Govt to give job-Rs 1 crore to the family of the deceased in Morbi accident

  • મોરબી દુર્ઘટનામાં મામલે કોંગ્રેસે મૃતકોના પરિવારોને નોકરી આપવા સહિત ૩ મુખ્ય માંગ કરી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મોરબીમાં પુલ તૂટવાની (Bridge collapse in Morbi) દુર્ઘટનાને લઇને વિપક્ષ છાશવારે સત્તાપક્ષ ભાજપને ઘેરી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ (Congress spokesperson Alok Sharma) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) 3 મુખ્ય માંગ પણ ઊઠાવી છે.

આલોક શર્માએ જણાવ્યું કે સરકાર પોતાની જવાબદારી સમજી મૃતકોના પરિવારોને નોકરી આપવી જોઈએ. વધુમાં વળતરની જાહેરાતમાં વધારો કરી 1 કરોડની સહાય જાહેર જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્તને સરકાર અને ઓરેવા કંપની બન્ને પાસેથી 50-50 લાખની સહાય મળવી જોઈએ.

મોરબી નગરપાલિકાના તમામ અધિકારીને સસ્પેન્ડ કરાય : આલોક શર્મા

વધુમાં આ દુર્ઘટનાને લઇને મોરબી નગરપાલિકાના તમામ અધિકારીઓનો સસ્પેન્ડ કરવાની પણ આલોક શર્માએ માંગ ઉઠાવી હતી. વધુમાં મૃતકોના નામની યાદી જાહેર કરવા અંગે પણ માંગ ઊઠી છે. તેજ રીતે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં નવી SIT બનાવી તપાસ કરવામાં આવે. તેમજ સરકાર કસૂરવારોને બચાવવા પ્રયાસ કરતી હોવાના ગંભીર આરોપ પણ લગાડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના ? 

30 ઓક્ટોબરનાએ ગોઝારા દિવસે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. જેને લઇને રોકકળાટ ફેલાયો હતો. આ દરમિયાન મોરબીમાં ઝૂલતા પુલ પર 500 જેટલા લોકો હતા.

આ દરમિયાન  દુર્ઘટના બની હતી. જેને લઇને 200 થી વધુ લોકો મચ્છુ નદીના જળપ્રવાહમાં પડ્યા હતા. ત્યારબાદ બચાવ ટુકડીઓ દોડી આવી હતી અને લાંબી કાર્યવાહી બાદ 135 થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-