ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ?

Share this story

BJP announced the names of three more

  • ખેરાલુંથી સરદાર ચૌધરીની ટિકિટ અપાઈ છે. જ્યારે માણસામાં જયંતિ પટેલને ટિકિટ અપાઈ છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપે આખરે વધુ એક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ખેરાલુંથી સરદાર ચૌધરીની (Sardar Chaudhary) ટિકિટ અપાઈ છે. જ્યારે માણસામાં જયંતિ પટેલને ટિકિટ અપાઈ છે. ગરબાડાથી (Garbada) મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઈ છે. ભાજપની આ યાદીની સાથે જ માણસા અને ખેરાલુ બેઠકનું કોકડું ઉકેલાઈ ગયું છે. માણસા બેઠક પર અમિત ચૌધરીને ભાજપે ટિકિટ આપી નહોતી. ખેરાલુથી અજમલજી ઠાકોરની (Ajmalji Thakor) ટિકિટ કપાઈ છે. ખેરાલુ બેઠક પર 20 વર્ષ બાદ ચૌધરી સમાજને ટિકિટ મળી છે.

અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે ત્યારે ભાજપે અત્યાર સુધીમાં 181 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ વડોદરા (Vadodara) માંજલપુર એક જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી રહ્યા છે.

આ પણ વાંચો :-