લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનું કર્યું એલાન, જુઓ શું કહ્યું

Share this story

After Lal Singh Chadha flopped, Aamir Khan

  • આમિર ખાને વાતની જાણ કરતાં કહ્યું હતું કે “35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને અત્યાર સુધી આખું ફોકસ પોતાના કામ પર રાખ્યું છે પણ હવે બ્રેક લેવા માંગુ છું”

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ‘ (Mr. Perfectionist) કહેવાતા આમિર ખાન (Aamir Khan) આમ તો સુપરહિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે અને એમની ફિલ્મ જયારે પણ રિલીઝ થાય છે ત્યારે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે. જો કે આમિર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ (Lal Singh Chadha) કોઈ ખાસ કમાલ બતાવી શકી નહતી.

લોકોએ આમિર ખાનની એ ફિલ્મને બૉયકોટ કરી હતી અને તેને કારણે ફિલ્મ સારી કમાણી પણ કરી શકી નહતી. આ બધા પછી હાલ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લઈ રહ્યો છે.

આમિર ખાન હાલમાં જ દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોચ્યાં હતા અને ત્યાં એમને પોતાના કરિયર વિશે વાત કરતા કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે અને આવતા દોઢ વર્ષ સુધી એક્ટર તરીકે કોઈ કામ નહીં કરે.’ .

આ કારણોસર લીધો બ્રેક :

આમિર ખાને આ વાતની જાણ કરતાં કહ્યું હતું કે “જ્યારે હું એક અભિનેતા તરીકે કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું એ ફિલ્મમાં એવો ખોવાઈ જાઉં છું જઅને મારા જીવનમાં બીજું કઈ છે જ નહીં ‘લાલ સિંહ ચઢ્ઢા‘ પછી હું ‘ચેમ્પિયન્સ‘ નામની ફિલ્મ કરવાનો હતો અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને વાર્તા ખૂબ જ સુંદર છે. આ ફિલ્મ ઘણી સુંદર બનશે પણ હાલ હું બ્રેક લેવા માંગુ છું, હું મારા પરિવાર સાથે, મારી માતા સાથે, મારા બાળકો સાથે રહેવા માંગુ છું.”

દોઢ વર્ષનો બ્રેક રહ્યો છે આમિર  :

એક્ટિંગમાંથી બ્રેક લેવાની વાત કરતાં એમને કહ્યું હતું કે આવતા દોઢ વર્ષ સુધી તે એક્ટર તરીકે કોઈ કામ નહીં કરે. આમિરે આગળ કહ્યું હતું કે, ‘તે 35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને અત્યાર સુધી આખું ફોકસ પોતાના કામ પર રાખ્યું છે અને આ વસ્તુઓ તેમની નજીકના લોકો માટે સારી નહતી. મને લાગે છે કે હંમેશા આપણે આપણા લોકો માટે સમય કાઢવો જોઈએ અને મને લાગે છે કર જીવનને અલગ રીતે અનુભવવાનો આ યોગ્ય સમય છે.”

આ પણ વાંચો :-