ચૂંટણી પહેલા જ ગુજરાત પોલીસ એક્શનમાં : 25 હજાર લોકો કસ્ટડીમાં, સૌથી વધુ ધરપકડ આ શહેરમાં

Share this story

Gujarat police in action just before the election

  • વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની (Security system) કામગીરીમાં લાગી ગઈ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન (voting) પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડો એકલા અમદાવાદ (Ahmedabad) અને સુરતમાંથી (Surat) કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ (Criminal Act) અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ (Anti-Social Activities Act) હેઠળ કરવામાં આવી છે.

મહત્વનું છે કે અગાઉ 3 નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અહીં અત્યાર સુધીમાં 12965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે.

આ ચૂંટણીમાં 70 હજાર જવાનો ફરજ બજાવશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં 70,000 સૈનિકો સામેલ થશે. આમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યની 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીમાં 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 51 હજારથી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 34,000થી વધુ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

આ પણ વાંચો :-