AAPના કંચન જરીવાલાનો આક્ષેપ, ‘કોંગ્રેસ ઉમેદવારના માણસો મને……

Share this story

AAP’s Kanchan Jariwala alleges

  • AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

ગુજરાતની ચૂંટણીમાં (Gujarat election) હવે બરાબરનો રંગ જામ્યો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સુરત કોર્પોરેશનમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીની (Aap Gujarat) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી બાદ સુરતની બેઠકો પર સૌ કોઈની નજર છે.

બીજી બાજુ સુરતની પૂર્વ બેઠક (Surat East seat) પરના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ (Kanchan Jariwala) ફોર્મ પાછું ખેંચતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજકીય ડ્રામામાં આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવાર પર દબાણ કરી ફોર્મ પાછું ખેંચાવામાં આવ્યું છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

આ સાથે જ સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે મારા જીવને જોખમ હોવાની અરજી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે.

કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને જે લેખિત અરજી કરવી છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) અસલમ સાયકલવાલાના (Aslam Cyclwala) માણસો મને મારી નાખે તેવો ડર છે. જેથી મને સુરક્ષા આપવામાં આવે. લેખિતમાં કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે.

આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ સુરત પોલીસ કમિશ્નરને સુરક્ષા આપવા પત્ર લખતા કહ્યું કે 159 પૂર્વ વિધાનસભાની મેં મારું ઉમેદવારી પત્ર રાજીખુશીથી પાછું ખેંચી લીધું છે અને હવે મને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો જાનથી મારી નાખે તેઓ ડર છે જેથી મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ મળે તેવી આજીજી પૂર્વક અરજી કરી છું.

આ પણ વાંચો :-