ઝઘડિયાના રાજકારણમાં મોટો વળાંક !  બીટીપીના મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું, આ પક્ષને આપી શકે છે સમર્થન 

Share this story

A big turn in the politics of strife

  • ઝઘડિયાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે.

બીટીપીનાં મહેશ વસાવાએ (Mahesh Vasava of BTP) ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ (Chotu Vasava) અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર મહેશે પોતાનું ફોર્મ પરત ખેંચીને પિતા છોટુ વસાવાને સમર્થન આપ્યું છે.

આ ચૂંટણીમાં રાજ્યની ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ભારે ચર્ચામાં હતી. ચૂંટણીમાં ઝઘડિયા બેઠકમાં પર પિતા અને પૂત્ર સામ-સામે જંગે ચઢ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમના પુત્ર મહેશ વસાવા બીટીપી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

બીટીપી એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે.

પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી ઉમેદવારી નોંધાવી છે. હવે આ પારિવારિક ઝઘડામાં મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે.

આ પણ વાંચો :-